
- સ્યુસાઈડ નોટના આધારે મૃતકની પત્નીએ ફરિયાદ નોંધાવી
- વ્યાજખોરોના ત્રાસથી વેપારીએ થોડા સમય પહેલા સોકલી ગામ પાસે ટ્રેનનીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો
ત્યાર ૦૯/૦૭/૨૦૨૧ નારોજ વ્યાજખોરોના ત્રાસ અને આર્થિક ભીંસથી કંટાળી સાણંદના દીલીપભાઈ નવીનચંદ્ર ઠક્કરે સોકલીગામ પાસે રેલ્વેટ્રેક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. આ અંગેની ફરિયાદ વિરમગામ ગ્રામ્ય પોલીસ મથકે પત્ની હર્ષાબેન દીલીપભાઈ ઠક્કરે ૬ શખ્શો સામે નોંધાવી છે.
આ અંગે પોલીસસુત્રો તરફથી મળતી માહિતી મુજબ ફરીયાદી હર્ષાબેન દીલીપભાઈ ઠક્કર રહે સાણંદના જણાવ્યા મુજબ પતિ જોગી અને જોય કુકીઝ નામની કંપની ચલાવતાં હતાં તેમજ જરૂરીયાત વ્યકિતઓને અલગ અલગ બેંકોમાંથી ફાયનાન્સ કંપનીઓમાંથી લોન અપાવાનો વ્યવસાય કરતાં હતાં. તા. ૦૯/૦૭/૨૦૨૧ નારોજ સોકલીગામ પાસે રેલ્વે ટ્રેક ઉપર ગાડી નીચે પડતું મૂકી આપઘાત કરી જીવનનો અંત આણ્યો હતો. મરતાં પહેલા સુસાઈડ નોટ લખેલ જેમાં આ કામના આરોપીઓએ માર્કેટીંગના કમીશનના લહેણી રકમના ખોટા ખોટા ચેક રીટર્ન કેસો કરી અને લહેણી રકમનું ૨૫ થી ૩૦ ટકા વ્યાજ વસુલ કરી અને વ્યાજ સહિતના નાણાની પઠાણી ઉઘરાણી કરી મારી નાંખવાની ધાક ધમકી આપી બિવડાવી ગભરાવી માનસીક ત્રાસ આપી પતિ દીલીપભાઈને આપઘાત કરવાનું દુષ્પ્રેરણ કરી આરોપીઓએ ગુનો કરી એકબીજાની મદદગારી કરી પતિએ આત્મહત્યા કરી જીવનનો અંત આણ્યો હતો. જેમાં આરોપી (૧) માધુભાઈ તળશીભાાઈ પરમાર રહે હાંસલપર (૨) દેવજીભાઈ ગાંડાભાઈ ચાવડા રહે વિરમગામ (૩) નશીલખાન કરીમખાન મલેક રહે વિરમગામ (૪) વાલજીભાઈ ડોડીયા રહે વીસાવાડી (૬) ભરતભાઈ વ્યાસ રહે અમદાવાદ વિરૂધ્ધ વિરમગામ ગ્રામ્ય પોલીસે ૩૦૬, ૧૧૪ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. એકવાર વ્યાજના ચુંગલમાં ફસાયા બાદ વ્યાજખોરાના ચક્રવ્યુહમાંથી લોકો બહાર નીકળી શકતા નથી. શહેરમાં અનેક લોકો વ્યાજના વિષચક્રમાં ફસાયા છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3iYYAEE
via IFTTT
Post a Comment