
- સાણંદમાં દારૂની હેરાફેરી કરતો ૧ લાખ ઉપરાંતના દારૂ સાથે ઝડપાયા
- પોલીસે વિદેશી દારૂ, સ્કુટર, મોબાઇલ અને કાર સહિત ૩,૩૯,૭૧૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો
સાણંદ : આજના અત્યાધુનિક યુગમાં વિશ્વ એક નાનકડું ગામડું બની ગયું છે. અને આજના કેટલાય યુવાનો પોતાની કારકિર્દીને લઇ ચિંતાતુર છે. ટેકનોલોજીના યુગમાં વૈશ્વિક જગતમાં ટકી રહેવા તેમજ પોતાની કારકિર્દી બનાવી પોતાનું અને પોતાના પરિવારનું નામ રોશન કરવા માટે આજનો યુવાન તનતોડ મહેનત કરી રહ્યો છે.ત્યારે બીજી બાજુ સાણંદના કાણેટી ગામનો યુવાન દારૂના દુષણને ફેલાવી રહ્યો હોવાથી પરિવારનું ક્ષોભજનક સ્થિતીમાં મુકાઇ જાય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.
સાણંદ શહેરમા વિદેશી દારૂની ધમધોકાર હેરાફેરી થઇ રહી હોવાની સાણંદ શહેર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે માર્કેટયાર્ડ પાસેથી રૂપિયા ૧,૦૪,૨૬૦ ની કિંમતની વિદેશી દારૂની ૧૭૦ બોટલો સાથે એકને ઝડપી લીધો હતો. પોલીસે તેની પાસેથી રૂપિયા ૩,૩૯,૭૧૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.
સાણંદ શહેરમા વિદેશી દારૂની બેરોકટોક હેરાફેરી થઇ છે. અને સાણંદના ભરબજારમાં વિદેશી દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હોવાની શહેર પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે સાણંદના માર્કેટયાર્ડ પાસે વોચ ગોઠવી તપાસ કરતાં ત્યાંથી કારમાં વિદેશી દારૂની ખેપ મારતાં સાણંદના કાણેટી ગામમાં રહેતો ૨૧ વષય જયદિપ હેતુભા ઉર્ફે હિતેન્દ્રસિંહ વાઘેલા નામના શખ્સને ઝડપી લીધો છે.
ખેપિયાના સ્કુટરની ડિક્કીમાંથી રૂપિયા ૨૫૦૦ની કિંમતની ૫ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. નંબર વિના સ્કુટર પર વિદેશી દારૂની હેરાફેરી જયદિપ કરતો હતો. જેથી પોલીસે રૂપિયા ૨૦,૦૦૦ની કિંમતનું સ્કુટર જપ્ત કર્યું હતું. બાદમાં પોલીસે વધુ પુછપરછ કરતાં કારની તપાસ કરતાં રૂપિયા ૧,૦૧,૭૬૦ ની કિંમતની ૧૬૫ નંગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
અમદાવાદનો સુરેશ મારવાડી નામનો શખ્સ વિદેશીદારૂનો જથ્થો પહોંચાડતો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે મોબાઇલ, સ્કુટર અને કાર તેમજ વિદેશી દારૂની ૧૭૦ નંગ જેટલી બોટલો સાથે ૩,૩૯,૭૧૦ રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3zG6OrM
via IFTTT
Post a Comment