
- 50 ટકા ક્ષમતા સાથે શાળ શરૂ કરવાની મંજુર છતાં હજી બાળકોની
- રસી ન આવતાં શાળાએ મોકલવા વાલીઓ રાજી નથી
સાણંદ : સાણંદ શહેરમાં સોમવારથી ધોરણ ૯થી ૧૧નું શિક્ષણકાર્ય શાળાઓમાં શરૂ કરી દેવામાં આવ્યું. પરંતુ વિદ્યાર્થીઓની પાંખી હાજરીને લઇ શાળા સંચાલકો ચિંતાતુર છે. શાળામાં ૫૦ ટકા ક્ષમતા સાથે શાળા શરૂ કરવાની સરકારે શાળાઓને મંજુરી આપી હોવા છતાં બાળકોની હજી રસી નહીં આવી હોવાથી વાલીઓ બાળકોને શાળાએ મોકલવા રાજી નથી.
સાણંદમાં સોમવારથી ધોરણ ૯થી ૧૧ની શાળાઓ શરૂ કરી દેવામાં આવી છે. ઘણા લાંબા સમય બાદ શાળાઓ ખુલતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. પરંતુ શાળામાં વિદ્યાર્થીઓની પાંખી હાજરીને લઇ શાળા સંચાલકોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. જોકે, આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે તેવી આશાનું કિરણ શાળા સંચાલકોમાં દેખાઇ રહ્યું છે.
બીજી બાજુ શાળાની ક્ષમતા કરતાં ૫૦ ટકા વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય માટે બોલાવવા તેવી શરતે સરકારે શાળાઓને શરૂ કરવા મંજુરી આપી છે. તેમ છતાં બાળકોને શાળાએ મોકલવા હજી પણ વાલીઓનું મન માનતું નથી. કારણ કે હજી સુધી બાળકોની રસી આવી નથી. જેના કારણે હજી પણ વાલીઓમાં બાળકોને લઇ ડર ફેલાયેલો છે.
શાળામાં આવનારા દરેક વિદ્યાર્થીને સેનેટાઇઝ કરી થર્મલ સ્ક્રિનિંગ કર્યા બાદ જ શાળામાં પ્રવેશ આપવા સરકારે શાળા સંચાલકોને આદેશ આપ્યો છે. સાથે સાથે શાળામાં આવતા વિદ્યાર્થીઓના વાલીઓનુ સંમતીપત્રક શાળા સંચાલકોએ મેળવવું ફરજિયાત છે. જેને લઇ શાળા સંચાલકો વિમાસણમાં છે.
ધોરણ ૧૨ના વર્ગો શરૂ કરી દીધા બાદ હવે ધોરણ ૯થી ૧૧નું શાળામાં શિક્ષણકાર્ય શરૂ કરવા શાળાઓને મંજુરી તો મળી ગઇ. પરંતુ સંભવિત કોરોનાની ત્રીજી લહેરને લઇ વાલીઓમાં ખૌફ જોવા મળી રહ્યો છે. બાળકોને શાળાએ મોકલવાને લઇ વાલીઓમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલાક વાલીઓને બાળકોના અભ્યાસની ચિંતા છે. તો આવી સ્થિતીમાં શાળાઓ શરૂ કરાતાં વિદ્યાર્થીઓ માટે મુશ્કેેલી ઉભી કરે તેમ છે. જેથી હાલ માત્ર ગણ્યાગાંઠયા વાલીઓએ જ બાળકોને શાળાએ મોકલવાની સંમતિ આપી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3f51rdQ
via IFTTT
Post a Comment