
ગુજરાતભરના ઉદ્યોગોએ સરકાર સમક્ષ માગણી કરી
દરિયામાં વધુ ઊંડે સુધી ગંદાપાણીનો નિકાલ કરવાની પાઈપલાઈન લઈ જવાય તો ખર્ચ વધી રૂા. 4,290 કરોડ થાય
અમદાવાદ : ગુજરાતની ઔદ્યોગિક વસાહતોમાં સક્રિય ઉદ્યોગોને તેમનો ઝેરી ઘનકચરો ઠાલવવા માટે ટીએસડીએફ- ટ્રીટમેન્ટ સ્ટેબિલાઈઝેશન ડિસ્પોઝળ ફેસિલિટી ઊભી કરવા માટે ઔદ્યોગિક વસાહતમાં જ સાઈટ ઊભી કરવાની મંજૂરી આપવાની માગણી કરવામાં આવી રહી છે.
હેઝાર્ડસ વેસ્ટ રૂલ્સ 2016માં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે જોખમી ઘનકચરાને રિસાઈકલ કરવા કે અન્ય કોઈ પ્રોસેસ કરીને તેનો ઉપયોગ કરવા રાજ્ય સરકારે કે સંબંધિત સરકારી એજન્સીએ ે ઉદ્યોગો ઝેરી ઘનકચરો ઠાલવી શકે તે માટેની જગ્યા ઊભી કરી આપવી જોઈએ.
અત્યારે જગ્યા ન મળતી હોવાથી તેના નિકાલની સમસ્યા હળવી થઈ જવાની શક્યતા ઉદ્યોગોએ દર્શાવી છે. ટીએસડીએફ સાઈટના વિસ્તરણની મંજૂરી પણ ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા ન આપવામાં આવતી હોવાથી ઉદ્યોોગની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે.
ગુજરાતમાં નંદેસરી, ઇન્ડસ્ટ્રીજ એસોસિયેશનની ટીએસડીએફ સાઈટના વિસ્તરણની દરખાસ્ત જીપીસીબી દ્વારા લાંબા સમયથી ક્લિયર કરવામાં આવતી નથી. ટીએસડીએફ સાઈટ તૈયાર કરવા માટે કોઈ જગ્યાની પસંદગી થાય તે પછી તેની પરિસરના લોકોને તેના અંગે પૂરી જાણકારી ન હોવાથી તેઓ એન્વાયર્નમેન્ટ ઇમ્પેક્ટ એસેસમેન્ટની હિયરિંગ દરમિયાન તેની સામે બહુ જ મોટો વિરોધ નોંધાવતા હોવાથી તે બનાવવી શક્ય બનતી નથી.
2015માં બાયડમાં ગ્રીન એન્વાયર્નમેન્ટ કોઓપરેટીવ સોસાયટીએ ટીએસડીએફ સાઈટ બનાવવા માટે પ્રયાસ કર્યો ત્યારે બાયડની પ્રજાએ તેનો બહુ જ વિરોધ કર્યો હતો. ગુજરાતમાં ટીએસડીએફની પૂરતી સાઈટ ન હોવાથી વાપીમાં જનરેટ થતો ઝેરી ઘનકચરાનો નિકાલ છેક કચ્છની સાઈટ પર કરવાની ફરજ પડે છે.
ગુજરાત સરકારના અધિકારીઓ સાથેની ગુજરાત ચેમ્બરની ગઈકાલની બેઠકમાં અમદાવાદ, વડોદરા અને જેતપુરના ઔદ્યોગિક ઝુમખાઓને ઊંડા દરિયામાં પ્રવાહી કચરો ઠાલવવાની અનુમતી આપવાનો વિચાર વહેતો કરવામાં આવ્યો છે.
તેના અનુસંધાનમાં પાઈપ લાઈન નાખવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. ઉદ્યોગના ગંદા, ઝેરી પાણીના નિકાલ માટેના પોઈન્ટ નક્કી કરી દેવામાં આવ્યા છે. ગુજરાત સરકાર ેતે માટે બજેટ પણ ફાળવી દીધું છે. તેમાં ઉદ્યોગોએ આપવાના ફાળાની રકમ પણ નક્કી કરી દેવામાં આવી છે.
આ માટે ટેન્ડર પણ બહાર પાડી દેવામાં આવ્યા છે, પરંતુ ગત 31મી માર્ચ 2021ના દિને ચીફ સેક્રેટરી સાથે યોજવામાં આવેલી બેઠકમાં ઉદ્યોગના ગંદા પાણીના નિકાલ માટેના પોઈન્ટ્સને મુદ્દે સવાલ ખડા કરવામાં આવ્યા હતા. કલ્પસર પ્રોજેક્ટને કારણે આ સવાલો ખડા થયા છે. આ મિટિંગમાં એવું સૂચન કરવામાં આવ્યું હતું કે દરિયા કિનારા પર ખૂલતી પાઈપ લાઈનને વધુ 150 કિલોમીટર અંદર લઈ જવી જોઈએ. તેને પરિણામે તેનો ખર્ચ રૂા. 1736.56 કરોડથી વધુને રૂા. 4290 કરોડનો આવી રહ્યો છે.
અમદાવાદના ઉદ્યોગોના દિવસના 350 મેગાગેલર લિટર, વડોદરાના રોજના 60 મેગાગેલન લિટર ગંદા પાણીના જથ્થાને જોતાં ઝેડએલડી તરીકે ઓળખાતી ટેક્નોલોજી તેના નિકાલ માટે આર્થિક રીતે પરવડે તેવી બનશે નહિ. અત્યારે કોરોનાનો કહેર હોવાથી ઉદ્યોગો આ વધાારના ખર્ચનો બોજ વેંઢારી શકે તેમ જ નથી. તેથી સરકારે કલ્પસર પ્રોજેક્ટનો અમલ થાય ત્યાં સુધી અત્યારે જ નક્કી તયા મુજબ દરિયા સુધી પાઈપ લાઈન બિછાવવાની છૂટ આપવી જોઈએ.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3d2noJz
via IFTTT
إرسال تعليق