
નાઈજીરિયન ગેંગ વતી પૈસા લેતો હતો
10 ટકા કમિશનથી કામ કરતાં મુંબઈના અબ્દુલ કાદિર કચ્છીને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો
અમદાવાદ : અશ્વગંધાના બીજના ધંધામાં તોસ્તાન નફો છે તેવી લાલચ આપીને અમદાવાદના વેપારી સાથે 47 લાખની છેતરપિંડી કરનાર નાઈજીરિયન ટોળકી વતી પૈસા મેળવતા મુંબઈના શખ્સને સાયબર ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડયો છે. બે નાઈજીરિયન ઠગને પોલીસ શોધી રહી છે.
સોલા વિસ્તારમાં રહેતા ભવદીપભાઈ જગદીશગીરી ગોસ્વામી (ઉ.વ. 35)ને અશ્વગંધાના ધંધામાં નફો હોવાની લાલચ આપીને નાઈજીરિયન ટોળકીએ 46 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. દિલ્હીમાં મિટિંગ કરવા માટે બોલાવ્યા પછી અશ્વગંધા બીજ ખરીદવાના બહાને પૈસા પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચમાં નોંધાવાઈ હતી.
સાયબર ક્રાઈમ બ્રાન્ચે અબ્દુલ કાદિર કચ્છી નામના આરોપીની ધરપકડ કરી છે. મુળ મહારાષ્ટ્રના અબ્દુલ કાદિર કચ્છી માસેથી છ મોબાઈલ ફોન કબજે કવરામાં આવ્યાં હતાં. ઈ-મેઈલ કરીને લોકોને લલચાવીને મોટી કંપનીને સપ્લાય કરવાનું હોવાથી ઔષિધ અને અશ્વગંધા બીજ ખરીદીના બહાને નાઈજીરિયન ગેંગ પૈસા પડાવતી હતી.
નાઈજીરિયન ગેંગ વતી આરજીએસથી પૈસા મેળવતા અબ્દુલ કાદિરને ઝડપી લેવામાં આવ્યો છે. આ પૈસા આંગડિયા મારફતે મેળવીને 10 ટકા કમિશન રાખીને બાકીની 90 ટકા રકમ નાઈજીરિયન ગેંગને આપતો હોવાની કેફીયત પકડાયેલા આરોપી અબ્દુલ કાદિરે આપી છે. બે નાઈજીરિયનની શોધખોળ ચાલુ હોવાનું સાયબર ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35IGTTu
via IFTTT
إرسال تعليق