
સાણંદ : સાણંદમાં વેકસીનેશનના મહાઅભિયાનના ફિયાસ્કો થયો છે. ઉચ્ચે કક્ષાએથી રસીના ગણ્યાગાંઠયા ડોઝ ફાળવાતા લોકોને એક સેન્ટરથી બીજા સેન્ટર પર ટોકન લેવા રજળપાટ કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં સરકારના આયોજનના અભાવ કે અણઆવડતના કારણે લોકોના રોષનો ભોગ આરોગ્ય તંત્રને બનવું પડી રહ્યું છે.
સરકાર રસીકરણ માટે મોટી મોટી જાહેરાતો કરી રહી છે. મોટા ઉપાડે રસીકરણના મહાભિયાનની શરૂઆત કરી સરકારે પોતાની અણઆવડત કે આયોજનના અભાવનો દાખલો બેસાડયો. જેના કારણે સાણંદમાં અવ્યવસ્થા ફેલાઇ છે. સાણંદમાં વહેલી સવારથી લોકો રસીનું ટોકન મેળવવા રસીકરણના કેન્દ્રો પર દર દરની ઠોકરો ખાઇ રહ્યા છે. લાંબા સમય સુધી લોકોને રસીનું ટોકન લેવા માટે લાંબી લાઇનોમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને રસીનું ટોકન મેળવ્યા વિના પરત ફરવું પડે છે. રસીનો પુરતા પ્રમાણમાં જથ્થો ન આવવાથી કેટલાય લોકોને રસી માટે ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
જેના કારણે કેટલીકવાર તો લોકોના રોષનો ભોગ આરોગ્ય કર્મીઓેને બનવું પડે છે. રસી નહીં મળતાં કંટાળેલા લોકો આરોગ્ય વિભાગના કર્મચારીઓ સાથે શાબ્દિક ટીકા ટિપ્પણી કરતા નજરે પડે છે. સરકાર દ્વાર નામ માત્રનો રસીના ડોઝ સાણંદમાં ફાળવવામાં આવે છે. જેના કારણે લોકોને આપવા પડતા જવાબો અને દરેકને સમયસર ટીકાકરણની બાબતે આરોગ્ય વિભાગ ચિંતાતુર બન્યું છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x84fhg
via IFTTT
Post a Comment