બગોદરા પાસે ટોલટેક્ષ વસુલવામાં આવતો હોવા છતાં સુવિધાના ધાંધિયા


બગોદરા : અમદાવાદ-રાજકોટ હાઈવે પર બગોદરા પાસે ટોલટેક્ષ પર રોજના હજારો વાહનો પસાર થાય છે અને તેમની પાસેથી ટોલટેક્ષ પણ વસુલવામાં આવી રહ્યો છે પરંતુ આ ટેક્ષ લેતા હોવા છતાં બગોદરા હાઈવે અત્યંત બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે વાહનચાલકોમાં રોષ જોવા મળ્યો હતો.

મળતી માહિતી મુજબ બગોદરા ટોલટેક્ષ પર દરરોજ અનેક નાના-મોટા વાહનો પસાર થાય છે જેમની પાસેથી વાહન દીઠ ટોલટેક્ષ વસુલવામાં આવી રહ્યો છે જ્યારે બીજી બાજુ વાહનચાલકો ટેક્ષ તો આપે છે પરંતુ તેની સામે પુરતી સુવિધા આપવામાં આવતી નથી. 

હાઈવે પર મોટા ગાબડા પડી ગયા છે અને તેમાં વાહનો પછાડવાથી નુકશાન થાય છે અને વહનચાલકોનો સમય તેમજ પેટ્રોલ-ડિઝલનો બગાડ પણ થાય છે અને સમયસર પહોંચી શકાતું નથી. 

આ ઉપરાંત ટોલટેક્ષ રોડ પર જ સ્ટ્રીટ લાઈટો બંધ જોવા મળે છે ત્યારે વાહનચાલકોમાં ટોલટેક્ષ મુદ્દે રોષ જોવા મળી રહ્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3x5TtID
via IFTTT

Post a Comment

Previous Post Next Post