
- મોદી સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીનો મામલો
- રાહુલ ગાંધીને આવકારવા પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સુરતમાં : સવારે 10.30 કોર્ટમાં ઉપસ્થિત રહેશે
અમદાવાદ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ગુરૂવારે સુરત આવશે.મોદી સમાજ વિરુધ્ધ કરાયેલી ટિપ્પણીના મામલે રાહુલ ગાંધી વિરુધ્ધ સુરત કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી. કોર્ટની મુદત હોવાથી રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહેશે.
રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુધ્ધ ટિપ્પણી કરી હતી પરિણામે ભાજપના ધારાસભ્ય પૂર્ણશ મોદીએ સુરત કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને સ્વિકારીને કોર્ટે રાહુલ ગાંધીને હાજર થવા ફરમાન કર્યુ છે.
સૂત્રોના મતે, ગુરૂવારે સવારે ૯.૨૫ કલાકે રાહુલ ગાંધી સુરત એરપોર્ટ પર આવી પહોચશે.રાહુલ ગાંધીને આવકારવા પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા,પરેશ ધાનાણીસ સહિતના સુરત પહોંચ્યાં છે. સવારે ૧૦.૩૦ વાગે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. કોર્ટ કાર્યવાહી પુર્ણ થતાં જ તેઓ દિલ્હી જવા રવાના થશે.
એવુ ય જાણવા મળ્યુ છેકે, રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક પણ યોજી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓને જોતાં રાહુલ ગાંધી કોંગ્રેસ નેતાઓેને ઇલેકશન ટિપ્સ આપી શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Uwce9E
via IFTTT
إرسال تعليق