
માછીમારોને કશું મળ્યું નથી : મત્સ્યોદ્યોગ મંત્રી પુરૂષોત્તમ સોલંકી
મત્સ્ય ઉદ્યોગમંત્રીની વ્યથા, દરિયાકાંઠા વિસ્તારોમાં જઇને જુઓ, લોકોની કેવી દશા છે ખબર પડે, માછીમારોનું દર્દ કોઇ સમજતુ નથી
પુરષોત્તમ સોલંકીએ પોલ ખોલી, મંત્રી જવાહર ચાવડા બિચારા મારૂં માને છે પણ તેઓ ય લાચાર છે શું કરે, બધું સરકાર પર નિર્ભર છે
અમદાવાદ : પાટીદારોએ મુખ્યમંત્રીપદ માંગતા રાજકીય હલચલ માંડ શાંત પડી છે ત્યાં હવે માછીમારોના રાહત સહાય પેકેજને લઇને ભાજપ સરકારના મંત્રી નારાજ થયા છે.
મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીએ એવો આક્ષેપ કર્યો છેકે, વાવાઝોડામાં અસરગ્રસ્તો માટે ભાજપ સરકારે રાહત પેકેજ તો જાહેર કર્યુ પણ હજુ સુધી તેનો અમલ થયો નથી. માછીમારોને કઇ મળ્યુ જ નથી.નેતાઓ માછીમારોનું કોઇ દુખ દર્દ જ સમજતા જ નથી. ભલે હું સરકારમાં છુ પણ ભાજપમાં માછીમારોને વધુ કશું જ અપાતુ નથી.
ભાજપ સરકારમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી દશા છે. પાટીદારો બાદ કોળી સમાજે પણ રાજકીય પ્રભુત્વ માટે સંમેલન બોલાવવા તૈયારીઓ આદરી છે ત્યારે ખુદ મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરષોત્તમ સોલંકીએ જ ભાજપ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.
મંત્રી સોલંકી વાવાઝોડા અસરગ્રસ્ત માછીમારો માટે જાહેર કરાયેલાં રાહત પેકેજથી નાખુશ છે.તેઓનુ કહેવુ છેકે, સરકારે પેકેજ જાહેર કર્યુ છે ખરૂ પણ માછીમારોને તેનો લાભ મળી શક્યો નથી. આજે માછીમારોનુ દુખ દર્દ જ કોઇ સમજતુ નથી.
દરિયાકાંઠાના વિસ્તારમાં માછીમારોને થયેલા નુકશાનનો ઉલ્લેખ કરી મંત્રી સોલંકીએ સરકાર સામે એવો ઉભરો ઠાલવ્યો કે,દરિયાકાંઠા વિસ્તારમાં જઇને જુઓ તો ખ્યાલ આવશે તે ગરીબોની કેવી દશા છે,લોકોને ખાવાના ય ફાંફા છે.સરકાર બધી વાતો કરે છે પણ જેટલું પહોંચવુ જોઇએ તે પહોચી શક્યુ જ નથી. સરકારે અિધકારીઓને દરિયાકાંઠા વિસ્તારમાં મોકલીને સર્વે કરાવવો જોઇએ.
પુરષોત્તમ સોલંકીએ સરકારના આંતરિક ડખાની પોલ ખોલી કહ્યુ કે, મંત્રી જવાહર ચાવડા તો બિચારા મારૂ માને છે પણ તેઓ ય લાચાર છે બધુ સરકાર પર નિર્ભર છે.હવે સરકાર શુ નિર્ણય કરે છે તે જોવાનુ રહ્યુ. હુ કોળી,ખારવા અને મુસ્લિમ સમાજ થકી મંત્રી બન્યો છું. આજે દુખના સમયે હુ તેમના પડખે છુ. મે મુખ્યમંત્રીને પત્ર લખીને માછીમારોની વેદના જણાવી છે આમ,ભાજપના મંત્રી જ સરકારની કાર્યશૈલીથી ખુશ નથી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2TSXP71
via IFTTT
Post a Comment