અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ શરૂ

અમદાવાદ,તા.25 જૂન 2021, શુક્રવાર

અમદાવાદ રેલવે સ્ટેશને તા.૨૫ જૂનને શુક્રવારથી પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા ગત તા. ૯ એપ્રિલથી પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ અમદાવાદ વિભાગમાં બંધ કરી દેવામાં આવ્યું હતું. ૭૮ દિવસ બાદ પૂનઃ શરૂ કરાતા રેલવેના મુસાફરોમાં આનંદની લાગણી જોવા મળી છે. પ્લેટફોર્મ ટિકિટનો દર ૩૦ રૂપિયા નક્કી કરાયો છે.

કોરોનાના કેસ વધતા જે તે વિભાગની સ્થિતિની સમીક્ષા કરીને પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ ચાલુ રાખવું, બંધ કરવું કે પછી ભીડ ઓછી કરવા ટિકિટના ભાવમાં વધારો કરવો તેની સત્તા રેલવે મંત્રાલય દ્વારા  રેલવેના જે તે વિભાગના ડીઆરએમને સોંપવામાં આવી  છે.

અમદાવાદમાં કોરોનાની સ્ફોસ્ટક સ્થિતિને જોતા અગાઉ ગત વર્ષે તા.૧૧ જૂન ૨૦૨૦માં અમદાવાદ વિભાગમાં તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ બંધ કરી દેવામાં આવ્યું હતું. કોરોનાની  સ્થિતિ થાળે પડતા ગત તા.૧૯ માર્ચ ૨૦૨૧ના રોજ  પ્લેટફોર્મ  ટિકિટનું વિતરણ ફરીથી શરૂ કરવામાં આવ્યું ં હતું. જોકે ભીડ ઓછી કરવા અને જરૂરિયાતવાળા લોકો જ પ્લેટફોર્મ પર તેમજ રેલવે પરિસરમાં આવે તે માટે ટિકિટના દર વધારીને ૩૦ રૂપિયા કરી દેવામાં આવ્યા હતા.

ગત  એપ્રિલ માસમાં અમદાવાદમાં ફરી પાછો કોરોનાએ ઉથલો મારતા અને બીજી લહેરમાં સંક્રમણ અને મોતના કેસ વધતા ડીઆરએમ દ્વારા તા. ૯ એપ્રિલ ૨૦૨૧ના રોજથી ફરીથી અમદાવાદ વિભાગમાં પ્લેટફોર્મ ટિકિટ બંધ કરી દેવાઇ હતી.

હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસ ઘટયા છે. મૃત્યુદર પણ ઓછો થયો છે ત્યારે મુસાફરોની સુવિધા અને માંગને લઇને પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગના ડીઆરએમ દ્વારા આજે તા.૨૫ જૂનથી તમામ રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનું વિતરણ ફરીથી શરૂ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ વિભાગમાં અમદાવાદ સહિતના ૧૩ મોટા રેલવે સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટનો દર ૩૦ રૂપિયા રખાયો છે. જ્યારે બાકીના સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકિટ ૧૦ રૂપિયામાં મુસાફરોને મળી રહેશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3xRx5CE
via IFTTT

Post a Comment

أحدث أقدم