
બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન ઘરફોડ તેમજ વાહનચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે અમદાવાદ રેન્જ આઈજીની સુચનાથી તથા જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનતાં ઘરફોડ ચોરી અને લુંટ જેવા બનાવો અટકાવવા ધોળકા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ બાવળા પોલીસે બાતમીના આધારે પેટ્રોલીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બાવળા પોલીસ મથકની હદમાં બનેલ ચોરીના ત્રણ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા પોલીસ મથકની હદમાં વધી રહેલા ઘરફોડ ચોરીના બનાવો અટકાવવા અને આરોપીઓને ઝડપી પાડવા તપાસ હાથધરી હતી જે દરમ્યાન બાવળા પોલીસ મથકની હદમાં બનેલ ઘરફોડ ચોરીના આરોપીઓ ગવાભાઈ ઉર્ફે ગવો નાનુભાઈ ચૌહાણ રહે.વાસણા ઢેઢાળ અરવિંદભાઈ ઉજાભાઈ મકવાણા, રહે.વાસણા ઢેઢાળ તા.બાવળા અને બધુભાઈ સુરાભાઈ જીલીયા દેવીપુજક રહે.કોદાળીયાવાળાને ચોરીના એલઈડી ટીવી કિંમત રૂા.૫૦,૦૦૦૦ સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો હતો અને ઝડપાયેલ આરોપીઓની પુછપરછ કરતાં આદરોડા ગામની સીમમાં આવેલ ગુરૂકુપા ફાર્મ હાઉસમાં પણ ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ, ધોળકા ડીવાયએસપી રીના રાઠવા, પીઆઈ આાર.ડી.સગળ સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથ ધરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/35N76QV
via IFTTT
إرسال تعليق