બાઇક ઉપર કમ્પ્યુટર- પ્રિન્ટર સહિતનો સામાન લઈ જતા 2 શખ્સો પકડાયા


બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે ચાંગોદર પોલીસે ઘરફોડ ચોરીના બે શખ્સોને ચોરેલ મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી અને ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં દિન-પ્રતિદિન ઘરફોડ ચોરી, વાહનચોરી તેમજ ચોરીના બનાવો વધી રહ્યાં છે ત્યારે જીલ્લા પોલીસવડા તથા સાણંદ ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ ગ્રામ્ય વિસ્તારોમાં બનતાં ચોરીના બનાવો અટકાવવા અને ચોર સહિત મુદ્દામાલ કબ્જે કરવા સુચનાઓ આપવામાં આવી હતી. જેના ભાગરૂપે પીઆઈ સહિતના સ્ટાફે ચાંગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહનચેકીંગ હાથધર્યું હતું જે દરમ્યાન બે શખ્સો બાઈક પર શંકાસ્પદ હાલતમાં કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો સામાન લઈ પસાર થતાં તેને રોકી પુછપરછ કરતાં પોતાનું નામ અજીતભાઈ ઉર્ફે ભુરો હનુભાઈ કો.પટેલ ઉ.વ.૨૧, રહે.મટોડા તા.સાણંદ તથા અનિલભાઈ ભયરામભાઈ કો.પટેલ  રહે.ડરણ તા.સાણંદવાળા હોવાનું જણાવ્યું હતું અને મુદ્દામાલ અંગે પુછપરછ કરતાં થોડા દિવસો પહેલા મટોડા પાટીયા પાસે આવેલ ગણેશ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના શટરના તાળા તોડી તેમાંથી પ્રિન્ટર કિંમત રૂા.૧૬,૩૫૦, સીસીટીવીનું ડીવીઆર રૂા.૧૭,૬૦૫, કોમ્પ્યુટર સીપીયુ કિંમત રૂા.૧૦,૦૦૦, એલઈડી ટીવી નંગ-૨, કિંમત રૂા.૩૦,૦૦૦ લકઝરી બસની બેટરી કિંમત રૂા.૮,૫૦૦, લકઝરી બસની વ્હીલપ્લેટ નંગ-૪ કિંમત રૂા.૩૨,૦૦૦ તથા કેબલ વાયરોનું બંડલ કિંમત રૂા.૧૦,૦૦૦ મળી કુલ રૂા.૧,૨૪,૪૫૫ના  મુદ્દામાલની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી અને આ ચોરીમાં વપરાયેલ બાઈક સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી બંન્ને આરોપીઓ વિરૂધ્ધ ચાંગોદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી. આ રેઈડ દરમ્યાન જીલ્લા પોલીસવડા વિરેન્દ્રસિંહ યાદવ તથા ડીવાયએસપી કે.ટી.કામળીયા, પીઆઈ વી.ડી.મંડોરા સહિતના સ્ટાફે સફળ કામગીરી હાથધરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3vV8yeo
via IFTTT

Post a Comment

أحدث أقدم