બાવળા સાણંદ ચોકડી પાસેની કફ સીરપના જથ્થા સાથે 3 ઝડપાયા


બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદેસર નશાકારક કફ સીરપનું વેચાણ વધી રહ્યું છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે ગેરકાયદેસર કફ સીરપની બોટલો સાથે ૩ શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી અને નારકોટીક્સ એક્ટ હેઠળ ગુન્હો દાખલ કર્યો હતો.

આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકા સહિત હાઈવે પર ગેરકાયદેસર રીતે નશાકારક કફ સીરપની બોટલોનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી હતી જેમાં આવી નશાકારક કફ સીરપોમાં યુવાનો સોડા કે અન્ય પ્રવાહી મીક્ષ કરી નશો કરતાં હોવાની ફરિયાદોને ધ્યાને લઈ અમદાવાદ રેન્જ આઈજી તથા જીલ્લા પોલીસવડાની સુચનાથી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસે બાવળા-સાણંદ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી જે દરમ્યાન ગેરકાયદેસર કફ સીરપની બોટલોનું વેચાણ કરતાં ત્રણ શખ્સો પ્રકાશભાઈ વાલજીભાઈ ઠક્કર રહે.બાવળા, ગોપાલભાઈ રાજુભાઈ ઠાકોર રહે.બાવળા તથા મકસુદમીયા મહેમુદમીયા મલેક રહે.બાવળાવાળાને કફ સીરપની બોટલો નંગ-૫૦ કિંમત રૂા.૬,૦૫૦ તથા મોટરસાયકલ કિંમત રૂા.૨૫,૦૦૦ તથા મોબાઈલ ફોન નંગ-૩ કિંમત રૂા.૨૧,૦૦૦ અંગજડતીના રૂા.૮,૮૫૦ મળી કુલ રૂા.૬૦,૯૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી નારકોટીક્સ એક્ટ મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ હાથધરી હતી. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2T3dq3L
via IFTTT

Post a Comment

أحدث أقدم