
બગોદરા : અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેરઠેર ગેરકાયદેસર કફસીરપની બોટલોનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે અને અગાઉ પણ અમદાવાદ ગ્રામ્ય પોલીસે બાવળા સહિતના તાલુકાઓમાંથી ગેરકાયદેસર કફસીરપની બોટલોનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ત્યારે ફરી ગ્રામ્ય એસઓજી પોલીસે ગેરકાયદેસર કફસીરપનું વેચાણ કરતાં બે શખ્સોને ધોળકા કોર્ટ પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદ જીલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં ખુલ્લેઆમ કોઈપણ જાતના ડોક્ટરના પ્રીસ્ક્રીપ્શન વગર ગેરકાયદેસર કફસીરપનું વેચાણ થતું હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે જેમાં આ કફસીરપમાં યુવાધન સોડા વગેરે મીક્ષ કરી નશીલા પદાર્થ તરીકે તેનું સેવન કરતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે જેમાં અગાઉ પણ પોલીસે ગેરકાયદેસર સીરપનું વેચાણ કરતાં શખ્સોને ઝડપી પાડયાં હતાં પરંતુ તેમ છતાંય ગેરકાયદેસર સીરપનું વેચાણ બંધ ન થયું હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી જેને ધ્યાને લઈ અમદાવાદ રેન્જ આઈજીની સુચનાથી તથા જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે બાતમીના આધારે અકે બાઈક પર બે શખ્સો નશાકારક કફસીરપની બોટલોનું વેચાણ કરવા માટે ધોળકા દિવાની કોર્ટ પાસેના રસ્તે થઈ પંચશીલ તરફ જવાના હોવાની બાતમીના આધારે વોચ ગોઠવી હતી અને તે દરમ્યાન બાતમીવાળું બાઈક પસાર થતાં તેને રોકી બંન્ને શખ્સોની તલાસી લેતાં પેન્ટના ખીસ્સામાંથી કુલ ૩ નંગ નશાકરક કફસીરપની કિંમત રૂા.૩૬૦ તથા મોબાઈલ ફોન નંગ-૨ કિંમત રૂા.૧,૫૦૦, બાઈક કિંમત રૂા.૫,૦૦૦, રોકડ રૂા.૧,૦૨૦ મળી કુલ રૂા.૭,૮૮૦ સહિતના મુદ્દામાલ સાથે બે શખ્સો જગદીશભાઈ રમેશભાઈ ચુનારા ઉ.વ.૩૧, રહે.બારકોઠા દેવીપુજકવાસ ધોળકા અને સંજયભાઈ કાનજીભાઈ દેવીપુજક ઉ.વ.૨૨, રહે.નિરોલીયાવાસ ધોળકાવાળાને ઝડપી પાડયાં હતાં જ્યારે બંન્ને આરોપીઓની પુછપરછ કરતાં અન્ય એક વોન્ટેડ આરોપી હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ દલપતભાઈ દેવીપુજક રહે.બારકોઠા ધોળકાવાળાનું નામ પણ બહાર આવ્યું હતું. આથી અમદાવાદ ગ્રામ્ય એસઓજી પોલીસે તમામ ત્રણ શખ્સો સામે ધોળકા ટાઉન પોલીસ મથકે નારકોટીક્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2U1TLkM
via IFTTT
إرسال تعليق