કોરોનાના કેસો ઘટીને 36 થઈ ગયા, 1 દર્દીનું મૃત્યુ


અમદાવાદમાં વાયરસની પકડ ઢીલી પડી ગઈ

જો કે લોકો નિયમોનું ચુસ્તપણે પાલન નહીં કરે તો ત્રીજી લહેર ઝડપથી ત્રાટકશે

અમદાવાદ : અમદાવાદમાં કોરોનાનો અસહ્ય કેર હવે ધીમો પડયો છે. આજે મ્યુનિ.ની હદમાં નવા 36 દર્દીઓ નોંધાયા છે. 1 દર્દીનું કરૂણ મૃત્યુ થયું છે. જ્યારે 62 દર્દીઓ સાજા થઈ જતાં તેમને હોસ્પિટલોમાંથી ડિસ્ચાર્જ કરાયા છે. કેસોનો ઘટતો આંકડો રાહતરૂપ છે, પણ તે જોઈને લોકો બેદરકાર થઈ જશે તો ફરી ગ્રાફ ઉંચકાતા વાર નહીં લાગે તેમ નિષ્ણાતો જણાવે છે.

દરમ્યાનમાં ખાનગી હોસ્પિટલોની સંખ્યા મ્યુનિ. દ્વારા ઝડપભેર ઘટાડવામાં આવી રહી છે.  171 ડેજીગ્નેટેડ હોસ્પિટલો હતી,  જે ઘટાડીને 106 જેટલી કરી દેવાઈ છે. 6565 થી વધુ બેડ હતા, તે ઘટાડી 4056 કરાયા છે. જેમાં હાલ માત્ર 41 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 8 આઇસીયુમાં છે અને 16 હજુય વેન્ટીલેટર ઉપર છે. જયારે 32 કોવિડ કેર સેન્ટરના બેડ ખાલી પડયા છે.

મ્યુનિ.ના કવોટાની 20 ટકા બેડમાં માત્ર 2 દર્દીઓ છે. જો કે એકટિવ દર્દીઓ હજુ 1094 જેટલાં છે. બાકીના દર્દીઓ મ્યુનિ. અને સરકારી હોસ્પિટલોમાં છે. હાલ કોરોનાનો ઉપદ્રવ ઘટતાં લોકોનેબહુ જ મોટી રાહત થઈ છે. પરંતુ પહેલી અને બીજી લહેરની ત્રાસ્દીને ભૂલી જઈને લોકો નિયમોને નેવે મુકીને વર્તવાનું ચાલુ કરશે તો બહું જ ઝડપથી ત્રીજી લહેર આવશે, તેવો મત નિષ્ણાત ડોકટરો વ્યક્ત કરી રહ્યાં છે.

હાલ લોકો માસ્ક પહેરવામાં ઢીલી નીતિ અપનાવતા થયા છે. બજારમાં ટોળાં દેખાય છે. ખાણી-પીણીની લારીઓ અને ફુડ પાર્લરોએ ફરી ટોળાં જોમવા માંડયા છે. પાનના ગલ્લાં અને ચાની કીટલીએ પણ આવી જ સ્થિતિ છે. આ સ્થિતિ સામે ડૉક્ટરો લાલબત્તી ધરી રહ્યાં છે અને સ્વયંશિસ્ત પાળવા અનુરોધ કરી રહ્યાં છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3j7L56W
via IFTTT

Post a Comment

أحدث أقدم