
બગોદરા : અમદાવાદ જીલ્લાના બાવળા-બગોદરા સહિતના નેશનલ હાઈવે તેમજ મુખ્ય માર્ગો પર અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે ત્યારે બાવળા-સાણંદ ચોકડી પાસે ટ્રેકટરની અડફેટે બે વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું જે અંગે બાળકીના પિતાએ બાવળા પોલીસ મથકે ટ્રેકટરચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદી મીનેશભાઈ હિરાભાઈ ચંદાણા ઉ.વ.૨૫, રહે.બાવળાવાળા નગરપાલિકા દ્વારા બાવળા શહેર વિસ્તારમાંથી ઘરે ઘરે કચરો ઉઘરાવવાનો કોન્ટ્રાક્ટ રાખેલ હોય પત્ની રાધાબેન બંન્ને કોન્ટ્રાક્ટ રાખનાર દશરથભાઈ ઉર્ફે વિજયભાઈને ત્યાં મજુરીકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને શહેરી વિસ્તારમાં ઘરેઘરેથી કચરો એકત્ર કરે છે તે દરમ્યાન તેઓ કચરો ઉઘરાવવા નીકળ્યા હતાં ત્યારે મોટી દિકરી શિવાની ઉ.વ.૨ વાળી પણ સાથે હતી ત્યારે ટ્રેકટર ફરિયાદીના સાઢુભાઈ ધીરૂભાઈ પરસુભાઈ બારૈયા ચલાવી રહ્યાં હતાં અને ફરીયાદી તેમના પત્ની અને બંન્ને દિકરીઓ ટ્રેકટરના આગળના ભાગે તેમજ સાસુ ટ્રોલીમાં બેઠા હતાં ત્યારે ડમ્પીંગ એરીયામાં ટ્રોલી ખાલી કરવા જતાં સાઢુ ધીરૂભાઈએ અચાનક ટ્રેકટરની બ્રેક મારતી દિકરી શિવાની ટ્રેકટરમાંથી નીચે રોડ પર પટકાઈ જતાં ટ્રોલીનું ટાયર ફરી વળતાં ગંભીર ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જે અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથધરી હતી.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2SYKfyX
via IFTTT
إرسال تعليق