IIMAમાં વધુ ૧૬ સંક્રમિત સાથે ૭૦ કેસ , GTUમાં રજિસ્ટ્રાર સહિત ૭ને કોરોના


આઈઆઈએમ અમદાવાદમાં દિવસેને દિવસે કોરોનાના કેસ વધી રહ્યા છે. ગત ૧૨ માર્ચના રોજ ક્રીકેટ મેચ જોવા ગયેલા પાંચ વિદ્યાાૃર્થીઓ કોવિડ પોઝિટિવ આવ્યા બાદ પણ વિગતો છુપાવી એ હવે ભારે પડી રહયુ છે અને સંક્રમણ વાૃધી રહ્યુ છે. હોળી અને ધૂળેટી પર્વના બે દિવસમાં કેમ્પસમાં વધુ ૧૧૬ ટેસ્ટ કરાતા આ પૈકી ૧૬ લોકો કોરોના પોઝિટિવ આવતા કેમ્પસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦ ઉપર પહોંચવા પામી છે.જ્યારે જીટીયુમાં ૭થી વધુ કોરોનાના કેસ નોંધાયા છે.


આ અંગે મળતી માહીતી મુજબ,શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા આઈ.આઈ.એમ ખાતેાૃથી ગત ૧૨ માર્ચના રોજ છ વિદ્યાાૃર્થીઓ ક્રીકેટ મેચ જોવા ગયા હતા.બાદમાં આ છ પૈકી પાંચ વિદ્યાાૃર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા હોવાછતાં તેમને પરીક્ષા આપવાની હોવાાૃથી તેમણે આ માહીતી છુપાવી હતી.દરમ્યાન મ્યુનિસિપલ કોર્પોરેશનનું હેલૃથ વિભાગ હરકતમાં આવ્યુ હતું.ઉત્તર-પશ્ચિમ ઝોનના ઈન્ચાર્જ ડેપ્યુટી હેલૃથ ઓફીસરની મળેલી પ્રતિક્રીયા મુજબ,૨૯ માર્ચ સુાૃધીમાં આઈ.આઈ.એમ.ખાતે કોરોના સંક્રમિતોની સંખ્યા ૭૦ ઉપર પહોંચી છે.જીટીયુમાં પણ ૭થી વધુ કોરનાના કેસ નોંધાયા છે. તાજેતરમાં કુલપતિ નવિન શેઠ પોઝિટિવ આવ્યા બાદ તેઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ગયો છે.પરતુ રજિસ્ટ્રાર સહિતના પદાધિકારીઓ અને કેટલાક પ્રોફેસરોનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/31xvYtB
via IFTTT

Post a Comment

Previous Post Next Post