વિઠલાપુર ઔદ્યોગિક હબ બન્યું છતાં માંડલના સ્થાનિક યુવાનો નોકરીથી વંચિત


અમદાવાદ : વિઠલાપુર ઔદ્યોગિક હબ બન્યું હોવા છતાં માંડલના સ્થાનિક યુવાનોને નોકરી નહીં મળવાથી દૂર અન્ય સેન્ટરોમાં નોકરી માટે જવું પડતું હોવાની ભૂમ ઊઠી છે.

માંડલ તાલુકાના વિઠલાપુર ઔદ્યોગિક હબમાં મોટી કંપની અને તેને સંલગ્ન સેંકડો કંપનીઓ આવેલી છે પણ અહીં માંડલ તાલુકા મથક પર કોઇ વિશેષ લાભ જોવા મળતો નથી. માડલના યુવાનોની ફરિયાદ છે કે, આઇ.ટી.આઇ. અને ડીપ્લોમા એન્જીનીયરીંગ જેવા કોર્ષ કરેલા છે પણ કચ્છ-મુદ્રા, રાજસ્થાન, અમદાવાદ અને બહારના સેન્ટરો પર નોકરી માટે જવું પડે છે. માંડલમાં આટલી બધી કંપનીઓ આવેલ છે તેમ છતાં નોકરીએ રાખવામાં આવતાં નથી. હાંસલપુર કંપની પર માંડલ તાલુકાનો સ્થાનિક સ્ટાફ ૨૫ ટકા છે ત્યારે બહારના રાજ્યોમાંથી ૭૫ ટકા સ્ટાફ વર્કરો છે અને અહીં સ્થાનિક કર્મચારી વર્કરોને પગાર પણ ઓછો મળે છે. જો સરકાર આ બાબતે ધ્યાન દોરે અને સ્થાનિક યુવાનોને રોજગારી આપે તો અહીંના યુવાનોને બહાર પણ ના જવું પડે અને તાલુકાને પણ આ કંપનીથી લાભ થઇ શકે તેમ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dopHWy
via IFTTT

Post a Comment

Previous Post Next Post