બાવળાના કાવીઠા ગામમાં એસટીની અપૂરતી સુવિધાથી લોકોને હાલાકી


બગોદરા : રાજ્ય સરકાર દ્વારા શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોના લોકોને અવર-જવર માટે તકલીફ ન પડે અને સલામત મુસાફરી કરી શકે તે માટે એસટી બસોની સુવીધા ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ બાવળા તાલુકાના કાવીઠા ગામના લોકોને ધોળકા સુધી અવર-જવર કરવા માટે એસટી બસની સુવિધા ન મળતાં સામાજીક સંસ્થા જનસેવા ટ્રસ્ટ દ્વારા અમદાવાદ વિભાગીય એસટી કચેરીને લેખીત રજુઆત કરી હતી.

આ અંગે રજુઆતમાં જણાવ્યા મુજબ બાવળા તાલુકાના કાવીઠા ગામની અંદાજે ૧૫,૦૦૦થી વધુ વસ્તી ધરાવે છે ત્યારે હાલ કાવીઠા ગામમાંથી ધોળકા આવવા-જવાની એકપણ બસની સુવિધા નથી તેમજ ધોળકા ડેપોની માત્ર એક બસ નાઈટ હોલ્ટ કરતી હતી તે પણ છેલ્લા બે-ત્રણ મહિનાથી બંધ કરી દીધી છે જેથી મુસાફરોને હાલાકી પડી રહી છે તેમજ ધોળકા ડેપોની વાયા બદરખા થઈ અમદાવાદની બસને સવારે ૯-૦૦ વાગ્યાની આસપાસ તેમજ ધોળકાથી કાવીઠા થઈ અમદાવાદ તેમજ બપોરે ૨-૦૦ કલાકની આસપાસ ધોળકા-અમદાવાદ જતી બસને વાયા કાવીઠા ગામ થઈ અમદાવાદની બસ સેવાનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવા પણ માંગ કરી હતી તેમજ બપોરે ૪-૦૦ કલાકની આસપાસ ધોળકાથી કાવીઠા ગામ થઈ અમદાવાદ તરફ જવા માટે નવી બસ શરૂ કરવામાં આવે તેવી પણ રજુઆત કરી હતી. આમ બાવળા તાલુકાના કાવીઠા ગામના લોકોને એસટી બસની સુવિધાનો વધુ લાભ આપવામાં આવે તેમજ બંધ કરવામાં આવેલ એસટી બસો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ સાથે લેખીત રજુઆત કરી હતી. 



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3ct5vnv
via IFTTT

Post a Comment

أحدث أقدم