વિરમગામના દલિત અગ્રણીને ધમકી આપવા મુદ્દે રેલી સાથે સૂત્રોચ્ચાર


વિરમગામ : વિરમગામ શહેરમાં ઉજીની ચાલી નીલકી ફાટક બહાર રહેતા ગુજરાત રાજ્યમાં નવસર્જન દ્વારા દલિત અધિકાર માટે ગામે ગામ જઈ દલિતોના પ્રશ્નોને વાચા આપતા આરટીઆઈ કાર્યકર દલિત અધિકાર મંચના અગ્રણી કિરીટ રાઠોડને વિજય પટેલ નામના વ્યક્તિએ મોબાઈલ ફોન કરી કહ્યું હતું કે સયાજીગંજ પોલીસ સ્ટેશન વડોદરાથી બોલુ છું. 

મોબાઈલ ફોનમાં ગાળો બોલી જાતિ વિષયક અપમાનિત શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બનાવને લઈને અનુજાતિ સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. જેને લઈને આજરોજ વિરમગામ મોડલરોડ બાપા સીતારામની મઢુલીએ ગામે ગામથી આવેલા આગેવાન સાથે રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પાટડી ખાતે રહેતા પોલીસ કર્મચારી વિજય પટેલનાઓ સામે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરતા પોલીસ ખાતામાંથી સસ્પેન્ડ કરવા કિરીટ રાઠોડને પોલીસ રક્ષણ પુરુ પાડવા સહિતની માંગ સાથે બનાવને વખોડી કાઢી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરી સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. રેલી સ્વરૂપે આવેલા દલિત સમાજ દ્વારા સૂત્રોચ્ચાર કરતા વિરમગામ તાલુકા સેવા સદન પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું. તાત્કાલીક એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી એફઆઈઆરની કોપી આપવામાં આવે, વિજય પટેલની ધરપકડ કરવામાં આવે, આરટીઆઈ કાર્યકર અને સામાજીક કાર્યકરને પોલીસ રક્ષણ આપવામાં આવી તેવી માંગ સાથે તાલુકા સેવા સદન ખાતે બેઠા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3stbPkq
via IFTTT

Post a Comment

أحدث أقدم