
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાનના દિવસે પણ ઉમેદવારોએ સોશિયલ મિડીયાના માધ્યમથી મતદારો સુધી પહોંચવા પ્રયાસો કર્યા હતાં. મતદાનના દિવસે પણ સોશિયલ મિડીયા થકી મતદાનની અપીલ કરાઇ હતી. મતનુ દાન કરજો,વેચાણ નહીં એવી કોમેન્ટ સાથે મતદારોને રિઝવવા પ્રયત્ન કરાયા હતાં.
આ વખતે મહાનગરપાલિકાની ચૂંટણીમાં સોશિયલ મિડીયોનો છેલ્લી ઘડી સુધી ઉપયોગ કરાયો હતો.મતદાનના દિવસે પણ વોટ્સએપ ગુ્રપ,ફેસબુકના માધ્યમથી પોતાની તરફેણમાં મત આપવા અપીલ કરતી કોમેન્ટો કરવામાં આવી હતી.
કોંગ્રેસે મોંઘવારી,બેકારી સહિતના મુદ્દાઓને આગળ ધરીને મતદારોને રિઝવ્યા હતાં. જેમ કે, વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ એવી કોમેન્ટ કરી હતીકે, ઇ-મેમોની ઉઘરાણી ભારેખમ,માસ્કની લૂંટ ભારેખમ,જમીન માફિયાનો ત્રાસ ભારેખમ,પેટ્રોલ-ડિઝલની મોંઘવારી ભારેખમ. આમ, મતદાનનુ દાન કરજો, વેચાણ નહીં.
આ તરફ, પૂર્વ મુખ્યમંત્રી શંકરસિહ વાઘેલાએ ટ્વિટ કર્યુ હતું કે,મતદાન પહેલાં આપના અંતરઆત્માને આ સવાલ કરજો કે, મોંઘવારી ઓછી થઇ, ખેડૂતોની આત્મહત્યા ઓછી થઇ, ગૌહત્યા ઓછી થઇ, જીએસટીથી ફાયદો થયો , ભ્રષ્ટાચાર ઓછો થયો.
ગામડાઓની હાલત સુધરી... કેટલાંય ઉમેદવારો વતી ધારાસભ્યોએ પણ વોટ્સએપમાં અપીલ કરી હતીકે,ભારે મતદાન કરો અને કરાવો. આમ,દિવસભર સોશિયલ મિડીયામાં પ્રચારનો મારો જામ્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2NL2LYL
via IFTTT
إرسال تعليق