ધોળકાના અનેક વિસ્તારોમાં ગંદકી અને કચરાના ઢગથી લોકો પરેશાન


બગોદરા, તા. 26 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

અમદાવાદ જિલ્લાના બાવળા અને ધોળકા તાલુકામાં લોકોને પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે ધોળકા શહેરના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા તેમજ ગંદકી જોવા મળતાં લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને તાત્કાલીક આ અંગે યોગ્ય ઉકેલ લાવવાની માંગ કરી હતી.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધોળકા શહેરમાં આવેલા વિવિધ વિસ્તારો જેમ કે ખરાકુવાથી બજારમાં જવાના રસ્તા પર, બસ સ્ટેન્ડ પાસે, મેનાબેન ટાવર પાસે, જુની શાક માર્કેટ પાસે, અટલ સરોવર પાસે સહિતના વિસ્તારોમાં કચરાન ઢગ જોવા મળી રહ્યા છે તેમજ ગંદકી અને ગટરો ઉભરાતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે તેમજ રોગચાળો ફેલાવાની દહેશત પણ સેવાઈ રહી છે ત્યારે અનેક વખત રજુઆતો કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવતાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો હતો અને આગામી દિવસોમાં યોગ્ય ઉકેલ નહિં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.




from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3dPA87y
via IFTTT

Post a Comment

أحدث أقدم