
અમદાવાદ, તા. 26 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને આગામી ૨૮ તારીખે વિરમગામ તાલુકા પંચાયત નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ૪ બેઠકો માટે ચૂંટણી યોજનાર છે તેવામાં વિરમગામ તાલુકાના કાંઠા વિસ્તારમાં ભારે ચૂંટણીનો જંગ ખેલાશે તેવી શક્યતા દેખાઇ રહી છે.
ઘોડા સીટ પર કોંગ્રેસ તરફથી ચંદ્રિકાબેન નરેશભાઇ સાપરા એ જેવો શાહપુરના વતની છે તેવામાં આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી વચ્ચે કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પંચાયતની ઘોડા બેઠક પર નળકાંઠા તળપદા કોળી સમાજના ૪૮ ગામના સમાવેશ મંડળના ઉપપ્રમુખ રામજીભાઇ કોળી પટેલના પુત્રવધુ ચંદ્રિકાબેન સાપરાએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેની સામે ભાજપમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રેમજીભાઇ વડલાનીના પુત્ર જગદીશભાઇ વડલાનીના પત્ની ભાવનાબેન જગદીશભાઇ વડલાનીએ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આ બેઠક પર કુલ ચાર ઉમેદવારો છે જેમાં આમ આદમી પાર્ટી સહિત અન્ય એક અપક્ષ ઉમેદવાર પણ જોવા મળે છે તેવામાં આ વિસ્તારની જિલ્લા પંચાયતની બેઠકો જીતવા કોંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ વિશાળ રોડ શો યોજી મતદારોને રિઝવવાનો પ્રયાસ કર્યો હતો વધુમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે રોડ શો યોજી કોંગ્રેસને જીતાડવા પ્રચાર કર્યો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3aYk41B
via IFTTT
إرسال تعليق