
અમદાવાદ, તા. 26 ફેબ્રૂઆરી, 2021, શુક્રવાર
ગુજરાત યુનિ.માં સેનેટ કોર્ટની ટર્મ આજે પૂર્ણ થઈ ગઈ છે ત્યારે સેનેટમાંથી સીન્ડીકેટ બોડીમા આવેલા સભ્યોનું અસ્તિત્વ પણ ખતમ થઈ જાય તેમ હોઈ સરકારમાં કેટલાક સભ્યો દોડધામ કરીને રજૂઆતો કરી દીધી છે અને હવે સેનેટ મેમ્બરોની નિયુક્તિ કરીને સીન્ડીકેટ મેમ્બર ચાલુ રાખવા પ્રક્રિયા થશે.
ગુજરાત યુનિ.ના એક્ટ મુજબ સેનેટ કોર્ટની પાંચ વર્ષની મુદત હોય છે .જેમાં હોદ્દાની રૂએ હોય તેવા સભ્યોને બાદ કરતા 100થી વધુ સભ્યોની ચૂંટણી થાય છે.સેનેટ મેમ્બર બન્યા બાદ સેનેટમાંથી સીન્ડીકેટમાં ઘણા સભ્યો આવે છે.
સીન્ડીકેટ બોડીના ચુંટાતા સભ્યોની ટર્મ ત્રણ વર્ષની હોય છે અને જે હજુ પુરી થવામા લગભગ દોઢ વર્ષ બાકી છે.પરંતુ સેનેટની મુદત પુરી થતા સીન્ડીકેટ મેમ્બરનું અસ્તિત્વ પણ આપોઆપ પૂર્ણ થઈ જતુ હોય યુનિ.માં બંને બોડી જ ન રહે તેમ હોવાથી મુશ્કેલી ઉભી થાય છે.જેને લઈને ભાજપના કેટલાક સીન્ડીકેટ સભ્યો સરકારને અને રાજ્યપાલને રજૂઆત કરીને સેનેટ મેમ્બરોની નિયુક્તિ કરવા રજૂઆતો કરી છે.
રાજ્યપાલ સેનેટ કોર્ટના અધ્યક્ષ હોવા સાથે યુનિ.ના કુલાધિપતિ પણ હોવાથી તેઓ સેનેટ મેમ્બરો નિમી શકે છે.રજૂઆતોને પગલે કેટલાક સીન્ડીકેટ મેમ્બરોને સેનેટ મેમ્બર તરીકે નિયુક્તિ કરી સીન્ડીકેટ તરીકે તરીખે ચાલુ રાખવા પ્રક્રિયા થશે. રાજ્યપાલ દ્વારા હાલ થોડા જ સેનેટ સભ્યની નિયુક્તિ કરાશે અને જેથી સીન્ડીકેટ બોડીમાં સભ્યો ચાલુ રહી શકે.જ્યારે બાકીના તમામ સેનેટ સભ્યો માટે થોડા દિવસમાં ચૂંટણી પ્રક્રિયાની જાહેરાત થશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2MuyLQx
via IFTTT
Post a Comment