23,932 મતદાન મથકોમાં 45,000 પોલીસની સાથે 64 કંપની SRP તૈનાત


ગાંધીનગર, તા. 26 ફેબ્રૂઆરી, 2021, શુક્રવાર

રાજયમાં આગામી તા.ર8 ફેબુ્રઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી 23932 મતદાન મથકો ઉપર સઘન સલામતી બંદોબસ્ત ગોઠવાશે તેમ રાજય પોલીસ વડાએ જણાવ્યું હતું.

45 હજાર પોલીસની સાથે પપ હજાર હોમગાર્ડ અને ગ્રામરક્ષક દળના જવાનોની સાથે 64 જેટલી એસઆરપીની કંપની પણ તૈનાત કરવામાં આવી છે. 1.ર8 લાખ લોકો સામે ચૂંટણીલક્ષી અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે તો અત્યાર સુધી 3390ર જેટલા પરવાનેદાર હથિયારો જમા લઈ લેવામાં આવ્યા છે. ચૂંટણીની રાત સુધી સમગ્ર રાજયની પોલીસને સ્ટેન્ડ ટુ રહેવા માટે પણ આદેશો આપી દેવામાં આવ્યા છે. 

આગામી રવિવારે રાજયની 81 નગરપાલિકાઓ, 31 જિલ્લા પંચાયતો, ર31 તાલુકા પંચાયતોની ચૂંટણીઓની સાથે અમુક વિસ્તારોમાં પેટા ચૂંટણીઓ પણ યોજાવાની છે જે માટે સમગ્ર રાજયમાં ર3932 જેટલા મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. આ મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી સંપન્ન થાય તે હેતુથી રાજય પોલીસ દ્વારા સઘન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

જેની વિગતો આપતાં રાજય પોલીસ વડા આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં પંચાયત અને નગરપાલિકા વિસ્તારોમાં 128683 લોકો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. 26 હજાર જેટલા ઈસમો વિરૂધ્ધ પાસા અને પ્રોહી. સંબંધિત કેસ કરવામાં આવ્યા છે. રાજયમાં આગામી રવિવારની ચૂંટણીને અનુલક્ષીને 33902 જેટલા પરવાનેદાર હથિયાર જમા લેવામાં આવ્યા છે.

રાજયને અડીને આવેલી સરહદો ઉપર 97 જેટલી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. આ ચૂંટણી દરમ્યાન તમામ ર3932 જેટલા મતદાન મથકો ઉપર 64 જેટલી એસઆરપી કંપની સાથે 1ર પેરા મીલીટરી ફોર્સની કંપની, 4પ હજાર જેટલી પોલીસ અને પ4500 જેટલા હોમગાર્ડ અને જીઆરડી જવાનો ફરજ બજાવશે.

મતદાનના દિવસે પોલીસ દ્વારા પેટ્રોલીંગ ચાલુ રાખવામાં આવશે અને ર411 જેટલી સેકટર પોલીસ મોબાઈલ અને 409 કવીક રીસ્પોન્સ ટીમ કાર્યરત કરવામાં આવી છે. 1989 જેટલા નાસતા ફરતા આરોપીઓને પણ ઝડપી લેવામાં આવ્યા છે. ચૂંટણીની રાત સુધી સમગ્ર રાજયની પોલીસને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાને રાખી સ્ટેન્ડ ટુ રહેવા માટે આદેશ આપી દેવામાં આવ્યા છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2ZXBR2B
via IFTTT

Post a Comment

Previous Post Next Post