
અમદાવાદ, તા. 21 ફેબ્રુઆરી, 2021, રવિવાર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન સમયે ચાંદખેડા વોર્ડના કોંગ્રેસના ઉમેદવાર રાજશ્રી બહેનના પિતા વિઠ્ઠલભાઇ સહિત ચાર કાર્યકરો મતદાન મથક બહાર બુમો પાડી તેમજ ઢોલ વગાડીને કોંગ્રેસને મત આપવા અપીલ કરતા હતા, જેને લઇને ઝોનલ અધિકારીએ આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાવતા ચાંદખેડા પોલીસે તેમની સામે ગુનો નોધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઝોેન-2 ડીસીપી, વિજય પટેલના જણાવ્યા મુજબ આજે ચૂંટણી દરમિયાન આજે સાંજ ે 4.30 વાગે ચાંદેખેડા વોર્ડ નંબર-3માં બી.એસ. સ્કૂલની સામે જાહેર રોડ ઉપર 100 મીટરના પ્રતિબંધક વિસ્તારમાં ચાંદખેડામાં શ્યામ બંગલોઝ ખાતે રહેતા અને કાંેગ્રેસ પક્ષના ઉમેદવાર રાજશ્રીબહેનના પિતા વિઠ્ઠલભાઇ મગનભાઇ મકવાણા તથા ચાંદખેડામાં દેવાંગી બંગલોઝ પાછળ વિસતમાતાના કાચા છાપરામાં રહેતા સુરેશભાઇ.બી. કાકરેચા અને વિપુલભાઇ.કે. વાલ્મીકી તેમજ સંજયભાઇ પુનાભાઇ વાલ્મીકી ચારેય વ્યક્તિ જાહેરમાં મત આપવા આવતા લોકોને મોટેથી બુમો પાડીને તેમજ ઢોલ વગાડીને કોંગ્રેસ પક્ષને મત આપવા અપીલ કરી પ્રચાર કરતા હતા.
આ બનાવની જાણ થતાં ઝુંડાલ ખાતે રહેતા અને આર.સી કેટનીકલ ખાતે લેકચરર તરીકે નોકરી કરતા તથા મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઝોનલ ઓફિસ તરીકે ફરજ બજાવતા બિપીનચન્દ્ર. આર.પટેલ સ્ટાફ સહિત મતદાન મથક બહાર દોડી આવ્યા હતા અને ચારેય વ્યક્તિ પ્રચાર કરીને આચારસંંહિતાનો ભંગ કરતા હોવાથી તેઓએ તુરંત પોલીસને જાણ કરી હતી અને ચાંદખેડા પોલીસે સ્ટેશનમાં ચાર લોકો સામે ફરિયાદ નાંેેધાવી હતી. જેને લઇને પોલીસે ચારેય શખ્સોની ધરપકડ કરીને ઢોલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3bw94HA
via IFTTT
Post a Comment