
વિરમગામ, તા. 31 જાન્યુઆરી, 2021, રવિવાર
વિરમગામ શહેર સહિત તાલુકામાં દિન-પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે વિરમગામ શહેરના મંગલમૂર્તિ સોસાયટીમાં રહેણાકના મકાનમાં ૨૪ વર્ષીય યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
ઉપરોક્ત બનાવની પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ વિરમગામ શહેરના મંગલમૂર્તિ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા ઉમેશરાય પશુપતિરાય ઉ.વ. ૨૪એ ઘરની પાછળના ભાગમાં આવેલ શેડમાં લોખંડની પાઇપ સાથે દોરડું બાંધી કોઇ અગમ્ય કારણોસર આપઘાત કરી મોતને વ્હાલુ કર્યું હતું. મરણજનાર મૂળ રહે. રાજપુર ઉત્તરપ્રદેશનો હોવાનું જાણવા મળેલ છે. મરણજનારની લાશને પીએમ અર્થે વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ બનાવની વધુ તપાસ વિરમગામ ટાઉન પોલીસ ચલાવી રહી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3r77cv3
via IFTTT
إرسال تعليق