વિરમગામમાં જુની અદાવતમાં 1 વ્યક્તિને માર મારી ધમકી આપી


વિરમગામ, તા. 26 ફેબ્રુઆરી, 2021, શુક્રવાર

વિરમગામ શહેર અને તાલુકામાં નજીવી બાબતે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી અંગેના બનાવો વધી રહ્યા છે. ત્યારે વિરમગામ શહેરમાં અગાઉની જૂની અદાવતનું મનદુઃખ રાખી જેમ ફાવે તેમ બોલાચાલી કરી ફરિયાદીને શરીરના ભાગે મૂઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી અંગે ત્રણ શખ્સો સામે વિરમગામ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ફરિયાદી દિનેશ બચુભાઈ ઠાકોર (રહે. ચિરાગ હાઉસિંગ) પોતાનું મોટરસાયકલ લઈને સાસરી અલીગઢ ખાતે જઈ રહેલ તે દરમ્યાન આરોપીએ તૈયરભાઈ દ્વારા જણાવ્યું કે અવારનવાર મોટરસાયકલ લઈને કેમ નીકળે છે તેમ કહી બોલાચાલી થયેલ બાદમાં કાચી તલાવડી તરફ જઈ રહેલ ત્યારે (૧) તૈયર યુસુફ પટેલ, (૨) વાસીમભાઈ (૩) લાલો માલવણ દ્વારા ગડદાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ત્રણ શખ્સો સામે નોંધાઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Muxb13
via IFTTT

Post a Comment

Previous Post Next Post