અમદાવાદથી પસાર થતી 5 ટ્રેનોમાં અસ્થાયીરૂપે વધારાના કોચ ઉમેરવામાં આવશે


અમદાવાદ, તા. 31 જાન્યુઆરી 2021 રવિવાર 

મુસાફરોની સગવડ માટે અને વધારાની સંખ્યામાં સમાયોજિત કરવા માટે, પશ્ચિમ રેલવે દ્વારા અસ્થાયી રૂપે અમદાવાદથી પસાર થતી 5 જોડી ટ્રેનોમાં વધારાના કોચ ઉમેરવામાં આવશે. અસ્થાયી રૂપે ઉમેરવાના વધારાના કોચની વિગતો નીચે આપી છે:

ટ્રેન નંબર 02971/02972 બાન્દ્રા ટર્મિનસ - ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (મંગળવાર, ગુરુવાર અને શનિવાર)થી 02/02/2021થી 27/02/2021 અને ભાવનગર ટર્મિનસ (સોમવાર, બુધવાર અને શુક્રવાર)થી 01/02/2021થી 26/02/2021 સુધી જોડવામાં આવશે.

ટ્રેન નંબર 09455/09456 બાન્દ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ બાંદ્રા ટર્મિનસ (દૈનિક)થી 02/02/2021થી 01/03/2021 અને ભુજ (દૈનિક)થી 01/02/2021થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

ટ્રેન નંબર 09115/09116 દાદર-ભુજ એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર ક્લાસ કોચ ઉમેરવામાં આવશે. આ કોચ દાદરથી (દૈનિક) 02/02/2021થી 01/03/2021 અને ભુજથી (દૈનિક) 01/02/2021થી 28/02/2021 સુધી જોડવામાં આવશે.

ટ્રેન નંબર 02941/02942 ભાવનગર ટર્મિનસ - આસનસોલ જંકશન એક્સપ્રેસમાં એક વધારાનો સ્લીપર કોચ ઉમેરવામાં આવશે. આ કોચ ભાવનગર ટર્મિનસ (મંગળવાર)થી 02/02/2021થી 23/02/2021 અને આસનસોલ જંકશન (ગુરુવાર)થી 04/02/2021થી 25/02/2021 સુધી જોડવામાં આવશે.

ટ્રેન નંબર 09263/09264 પોરબંદર - દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસમાં વધારાનો સ્લીપર ક્લાસ કોચ જોડવામાં આવશે. આ કોચ પોરબંદર (મંગળવાર અને શનિવાર)થી 02/02/2021થી 27/02/2021 અને દિલ્હી સરાઇ રોહિલા (સોમવાર અને ગુરુવાર)થી 04/02/2021થી 01/03/2021 સુધી જોડવામાં આવશે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2L8hThQ
via IFTTT

Post a Comment

أحدث أقدم