
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 27 ડિસેમ્બર, 2020, મંગળવાર
સૌર ઉર્જાનો ઉપયોગ વધારીને પ્રદુષણ ઘટાડવા સક્રિય ગુજરાત સરકારે આજે જાહેર કરેલી નવી સૌર ઉર્જા નીતિમાં કોઈપણ વ્યક્તિને કે ડેવલપરને, ઉદ્યોગોને પોતાની જમીન અથવા પ્રીમાઈસીસમાં કોઈપણ પ્રકારની લીમીટ વિના પોતાની જરૂરિયાત મુજબ સોલાર પ્રોજેક્ટ સ્થાપવાની છૂટ આપી છે. સોોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગે મંજૂર કરાવેલા લૉડના કે ઉદ્યોગની કોન્ટ્રેક્ટ ડિમાન્ડના 50 ટકા જ વીજળી સૌર ઉર્જાના માધ્યમથી પેદા કરવાની રાખવામાં આવેલી લિમિટ નવી પોલીસી હેઠળ દૂર કરી દેવામાં આવી છે.
ગ્રાહકો તેમની છત જગ્યા પર સોલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકશે. નવી સોલાર પોલીસીમાં વ્યક્તિ પોતાના ઘરની મકાનની છત કે અન્ય જગ્યા કે તેની પરિસરની જગ્યામાં વીજ ઉત્પાદન અને વીજ વપરાશ માટે થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. પાવર પરચેઝ એગ્રીમેન્ટ કરવા માટે આપવાની સિક્યોરીટી ડિપોજીટની રકમ પ્રતિ મેગાવોટ રૂ 25 લાખથી ઘટાડીને રૂ 5 લાખ પ્રતિ મેગાવોટ કરી દેવામાં આવી છે.
નવી સોલર પાવર પોલીસી પાંચ વર્ષ એટલે કે 31-12-2025 સુધી કાર્યરત રહેશેથ આ નીતિ હેઠળ સ્થાપિત સોલર પ્રોજેક્ટ્સના લાભો 25 વર્ષના સમયગાળા માટે મેળવી શકાશે. પોલીસી અંતર્ગત રહેણાંક હેતુના ગ્રાહકો માટે, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો દ્વારા કેપ્ટિવ ઉપયોગ માટેના, થર્ડ પાર્ટી દ્વારા ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકને વેચાણ માટેના, વીજ વિતરણ કંપનીઓને (ડિસ્કોમ) વીજ વેચાણ કરવા માટેના પ્રોજેક્ટ્સ સ્થાપી શકાશે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી આજે નવી સૌર ઉર્જા નીતિની જાહેરાત કરી છે. આ નીતિમાં ગુજરાતના ઊદ્યોગકારોનો ઉત્પાદન ખર્ચ નીચો જાય તો દુનિયાભરમાં મેઇડ ઇન ગુજરાત બ્રાન્ડ છવાઇ જાય તેવા ઉદ્દેશ સાથે સાથે નવી સોલાર પોલિસી-ર0ર1 જાહેર કરીને ઉપર જણાવ્યા મુજબની છૂટ આપવામાં આવી છે. નવી સોલાર પોલિસીથી પરંપરાગત ોત-કોલસા આધારિત વીજ ઉત્પાદનમાં ઘટાડો થશે. વાતાવરણમાં કાર્બન ઓછો ભળશે.
આ સાથે જ પર્યાવરણપ્રિય શુદ્ધ વીજ ઉત્પાદનને મળશે વેગ મળશે. લઘુ-મધ્યમ ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ ઘટે-ઊદ્યોગો વર્લ્ડ માર્કેટમાં કોમ્પીટીશનમાં ઊભા રહે તેવી નેમ પણ સૌર ઉર્જા નીતિ જાહેર કરવાની પાછળ રહેલી છે. ઉર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું હતું કે પ્રદુષણરહિત રીન્યુએબલ એનર્જીના વિકાસમાં આ નવી પોલીસી પ્રેરક બનશે.
ગુજરાતમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દેશભરમાં અગ્રેસર છે.સોલાર ઉર્જાનો વ્યાપ વધે અને લોકોને સસ્તી વીજળી ઘર આંગણે મળી રહે એ માટે સોલાર પોલીસી વર્ષ 2015માં કાર્યાન્વિત કરી હતી.
આ નીતિને મળેલ અપ્રતિમ પ્રતિસાદને ધ્યાને લઈ રાજ્યમાં સ્વચ્છ, પર્યાવરણલક્ષી અને સાતત્યપૂર્ણ ઊર્જાને સુનિશ્ચિત કરવા માટે ગુજરાત સરકાર નવી ધગુજરાત સોલર પાવર પોલીસી 2021ધ ને અમલમાં મૂકવા જઈ રહી છે.નવી સોલાર પોલિસીના પરિણામે રાજ્યમાં સૌર ઊર્જાનો વપરાશ-ઉત્પાદન વધવાથી ઊદ્યોગકારોની પ્રોડકશન કોસ્ટ નીચી જાય અને 'મેઇડ ઇન ગુજરાતદ બ્રાન્ડ દુનિયામાં છવાઇ જાય તેવી આપણી નેમ છે.
કંપનીઓ 5 વર્ષ સુધી યુનિટદીઠ 2.25ના ભાવે વિજળી ખરીદશે
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યુ કે, ગ્રાહકો પાસે જે ઊર્જા ઉત્પન્ન થશે તે એમના વપરાશ બાદની વધારાની ઊર્જાની ખરીદી રાજય સરકાર કરશે. રહેણાંક ગ્રાહકો (સૂર્ય ગુજરાત યોજના) અને એમએસએમઇ (મેન્યુફેક્ચરીંગ) દ્વારા કેપ્ટિવ ઉપયોગ કરતાં ગ્રાહકો માટે તેમના વપરાશ બાદ થયેલ વધારાની ઉર્જા ડિસ્કોમ દ્વારા પ્રતિ યુનિટ દીઠ રૂ. 2.25 પ્રમાણેના દરથી પ્રથમ પાંચ વર્ષ માટે ચૂકવશે.
પ્રોજેક્ટ કાર્યાન્વિત થયાના અગાઉના 6 મહિનામાં જીયુવીએનએલ દ્વારા નોન-પાર્ક આધારિત સોલાર પ્રોજેક્ટ્સ માટેની સ્પર્ધાત્મક બિડિંગ (ટેન્ડર) પ્રક્રિયા દ્વારા શોધાયેલ અને કરાર કરાયેલા સરેરાશ ટેરિફના 75 ટકાના દર પ્રમાણે વધારાની ઊર્જાની ખરીદી કરાશે જે જે 25 વર્ષના પ્રોજેક્ટ જીવનકાળ માટે નિશ્ચિત રહેશે.
રહેણાંકના ગ્રાહકો માટે બૅન્કિગ ચાર્જ નહિ લેવાય
લૉ ટેન્શન અને હાઈ ટેન્શન ગ્રાહકો માટે વીજ વપરાશ મુજબ રૂ.1.50 પ્રતિ યુનિટનો ચાર્જ લેવાશે. આ સિવાયના ગ્રાહકો તેમજ નાના અને મધ્યમ ઉદ્યોગોના કિસ્સામાં બેન્કિંગ ચાર્જ પ્રતિ યુનિટ રૂ. 1.10 રહેશે. રહેણાંક ગ્રાહકો તથા સરકારી બિલ્ડિંગ માટે બેન્કિંગ ચાર્જ લાગુ પડશે નહીં.સ્વવપરાશ (કેપ્ટિવ)ના કિસ્સામાં કોઈ ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે નહીં.
થર્ડ પાર્ટી વેચાણના કિસ્સામાં અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતો ક્રોસ સબસિડી સરચાર્જ તથા એડિશનલ સરચાર્જ લાગુ પડશે. ટ્રાન્સમિશન અને વ્હીલિંગ ચાર્જ કે પછી લોસ અન્ય ઓપન એક્સેસ ગ્રાહકોને લાગુ પડતા દર મુજબ રહેશે. સૂર્ય - ગુજરાત યોજના હેઠળ સ્થપાતા સોલાર રૂફટોપ પ્રોજેક્ટને સરકાર દ્વારા સબસીડી ચાલુ રહેશે.
આ નીતિ અંતર્ગત સોલાર પ્રોજેકટ સ્થાપતા ગ્રાહકોને જે અંદાજિત ફાયદો થશે એમાં રહેણાંક ગ્રાહકોને ઇજ. 1.77 3.78 પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (કેપ્ટિવ) રૂા.2.92 -4.31 પ્રતિ યુનિટ, ઔદ્યોગિક અને વાણિજ્યિક ગ્રાહકો (થર્ડ પાર્ટી સોલાર પ્રોજેકટમાંથી ખરીદી) રૂા. 0.91- 2.30 પ્રતિ યુનિટ જેટલો ફાયદો થશે. ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું કે, ગુજરાત સરકાર દ્વારા અમલી બનાવેલ આ નવી પોલીસી પ્રદુષણરહિત રીન્યુએબલ એનર્જીના વિકાસમાં પ્રેરકબળ પૂરૂ પાડશે.
તેમણે ઉમેર્યુ હતુ કે, આ પોલીસી ગુજરાતને એનર્જી હબ બનાવવાની દિશામાં આગળ લઇ જશે. દેશના ઇતિહાસમાં ઉર્જા ક્ષેત્રે લોકોને જોડવા માટે ગુજરાતે ઉત્તમ તક પુરી પાડી છે. આ પોલિસીના માધ્યમ દ્વારા ઘર વપરાશના ગ્રાહકો / ખેડૂતો / કોમર્શીયલ ગ્રાહકો / નાના મોટા ઉદ્યોગ ગૃહો / ધામક અને શૈક્ષણિક સંસ્થાઓ સહિત જે કોઇ વ્યક્તિને વીજ ઉત્પાદન કરવું હશે તે કરી શકશે અને પોતાના વપરાશ બાદની વીજળી તે વેચી પણ શકશે.
ઉદ્યોગોને ગુ્રપ બનાવી સોલર પાવર પ્રોજેક્ટ નાખવાની છૂટ
એકથી વધારે ગ્રાહકોનું જુથ પોતાના કેપ્ટિવ વપરાશ માટે સામૂહિક મૂડીરોકાણથી સોલર પ્રોજેક્ટ સ્થાપીને તેમાંથી ઉત્પાદિત થતી વીજળીનો વપરાશ તેમના મૂડીરોકાણના પ્રમાણમાં કરી શકશે. લઘુ-મધ્યમ અને મોટા ઉદ્યોગો સોલાર એનર્જી વપરાશ માટે પ્રોત્સાહિત થવાથી તેમની પ્રોડકશન કોસ્ટ ઘટશે. સૌર ઊર્જા-સોલાર એનર્જીના પરિણામે પરંપરાગત ઊર્જા ોત એવા કોલસા આધારિત વીજ ઉત્પાદન ઘટશે અને એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન કલીન એનર્જી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.ગુજરાત મોડલ સૌરઊર્જા ઉત્પાદન ક્ષેત્રે પણ મહત્વનું પુરવાર થઈ રહ્યું છે. આ જ અભિગમને રાજય સરકારે આગળ વધારીને ગ્રીન એન્ડ કલીન એનર્જીના નિર્માણ થકી ગુજરાત રાજયને ગ્રીન એનર્જી હબ બનાવવા માટે આ મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામ સ્વરૂપ આ નવી ગુજરાત સોલાર પોલીસી-2021 ની જાહેરાત કરવામાં આવી છે જે આવનાર સમયમાં રિન્યુએબલ ઉર્જામાં દેશને નવો રાહ ચીંધશે એવો મને દ્રઢ વિશ્વાસ છે.
સોલર પોલીસીના મહત્વના મુદ્દાઓ
** વીજ કંપનીઓને લીઝ માટે આપવાની સિક્યોરીટી ડિપોજીટની રકમ પ્રતિ મેગાવોટ રૂ 25 લાખથી ઘટાડીને રૂ 5 લાખ પ્રતિ મેગાવોટ કરી દેવા
** ગ્રાહકોનું કોઈ એક જૂથ સામૂહિક માલિકીના પ્રોજેક્ટ તરીકે સ્વવપરાશ માટે સાલર પ્રોજેક્ટ્સ સ્થાપી શકે છે અને તેઓની માલિકીના હિસ્સા પ્રમાણે ઉત્પન્ન થતી સૌર ઊર્જાનો વપરાશ કરી શકશે
** પ્રોજેક્ટ ડેવલોપર દ્વારા વીજ વિતરણ કંપનીને ચૂકવવાની થતી સિક્યોરિટી ડિપોઝિટની રકમને પ્રતિ મેગાવોટ રૂ. 25 લાખથી ઘટાડીને હવે પ્રતિ મેગાવોટ રૂ. રૂ. 5 લાખ કરવામાં આવી છે.
** નાના પાયાના સોલાર પ્રોજેક્ટ્સને પ્રોત્સાહિત કરવા માટે, વીજ વિતરણ કંપનીઓ હવે આ નાના પાયાના સોલર પ્રોજેક્ટ્સ (4 મેગાવોટ સુધી) માંથી સ્પર્ધાત્મક બીડ દ્વારા નક્કી થયેલ ટેરિફ ઉપરાંત 20 પૈસા પ્રતિ યુનિટ વધુ ચૂકવી વીજ ખરીદી કરશે. ચાર મેગાવોટથી વધારાની કેપેસીટીનાં પ્રોજેક્ટ્સમાંથી વીજ વિતરણ કંપનીઓ દ્વારા સ્પર્ધાત્મક બીડ હેઠળ સૌર ઉર્જા ખરીદી કરશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2KKiEgM
via IFTTT
إرسال تعليق