અમદાવાદ,રવિવાર
નરોડા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર ડિઝલ પુરાવ્યા બાદ છૂટા પૈસા માટે મારમારી થઇ હતી જેમાં પંપના કર્મચારીઓએ પાઇપ અને લાકડીઓથી હુમલો કરતાં નિવૃત્ત આસિ. સબ ઇન્સ્પેકટરના પુત્ર અને તેનો મિત્ર ગંભીર રીતે ઘાયલ થયા હતા.નરોડા પોલીસે સામ સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
આજે તો બન્નેને જીવતા છોડીશ નહી કહી પેટ્રોલ પંપના કર્મચારીઓ એ પાઇપ લાકડીથી હુમલો કરતાં બે મિત્રો ઘાયલઃ નરોડા પોલીસે સામ સામે ગુનો નોધી સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી
નરોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર, એચ.કે.સોલંકીના જણાવ્યા મુજબ નિકોલ વિસ્તારમાં રામકૃષ્ણ સોસાયટીમાં રહેતા ભગીરથસિંહ અજીતસિંહ જાડેજા અને નિવૃત્ત આસિ. સબ. ઇન્સ્પેકટરના પુત્ર મહિપાલસિંહ રણજીતસિંહ વાઘેલા ગઇકાલે બપોરે કાર લઇનેનરોડા દહેગામ રોડ ઉપર આવેલા સિધ્ધનાથ પેટ્રોલ પંપ ઉપર ડિઝલ પુરાવા માટે ગયા હતા ડિઝલ પૂરાવ્યા બાદ છૂટા પૈસા માટે તકરાર થઇ હતી જ્યાં પંપના કર્મચારીઓએ છૂટા પૈસા લઇને આવવા કહ્યું હતું, ત્યારબાદ વાતાવરણ ઉગ્ર બનતાં પંપના કર્મચારીઓ લોકંડની પાઇપ અને લાકડીઓ લઇને આવીને બન્ને મિત્રો પર હુમલો કર્યો હતો, ગંભીર રીતે ઘવાયેલા યુવકો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા હતા.
આ બનાવ અંગે પોલીસે પંપના કર્મચારી મહેશ તથા મહર્ષી અને દુર્ગેશ સામે ગુનો નોધ્યો હતો જ્યારે સામે પક્ષે પંપના કર્મચારી મહેશભાઇ રાવળે પણ કારના ચાલક સામે ગુનો નોં ધાવતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ હાથ ધરી છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/34Ivxif
via IFTTT
إرسال تعليق