અમદાવાદ, શુક્રવાર
૧૯૯૭માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિવસે ત્રાસવાદી કૃત્ય કરવા માટે રાજસ્થાનની બાડમેર બોર્ડર પરથી મોકલાયેલા અને મહેસાણા હાઈવે પર પકડાયેલા અઢી કરોડના વિસ્ફોટકોના કેસમાં છેલ્લા ૨૪ વર્ષથી નાસતા ફરતા આરોપીની એટીએસે અટક કરી હતી. પોલીસે જશેેદપુરમાં નામ બદલીને રહેતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના સાગરીત અબ્દુલ મજીદ કુટ્ટીને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી છે.
એટીએસે માહિતીને આધારે ઝારખંડ જમશેદપુરમાંમોહમંદ કમાલ ઉર્ફે મોહંમદ હારૃન રસીદના ખોટા નામથી રહેતા અબ્દુલ મજીદ કુટ્ટીની જમશેદપુરથી અટક કરી હતી.આ કેસની વિગત મુજબ ૧૯૯૭માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ભાંગફોડ પ્રવૃતિને અંજામ આપવા માટે પડોશી દેશની એજન્સીના ઈશારે અંડરવર્લ્ડ ડોનદાઉદ ઈબ્રાહીમે પાકિસ્તાનથી અઢી કરોડ રૃપિયાની કિંમતની વિસ્ફોટક સામગ્રી મોકલી હતી. જેમાં ૧૧૫ ઓટોમેટિક સ્ટાર પિસ્ટલો, ૧૫ ચાઈનીઝ પિસ્ટલો, ૧૧૩ મેગઝીન, ૭૫૦ કાર્ટીજીસ, ૪ કિલોગ્રામ આરડીએક્સ અને ૧૦ ડિટોનેટરનો સમાવેશ થતો હતો.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં વિસ્ફોટ કરવા માટે આ વિસ્ફોટક પદાર્થો દાઉદ અને તેના સાગરીતો દ્વારા રાજસ્થાન બાડમેર બોર્ડરથી મોકલવામાં આવ્યા હતા. જોકે મહેસાણા હાઈવે પાસે ગુજરાત પોલીસે વિસ્ફોટકોનો આ જથ્થો કબજે કર્યો હતો. જેમાં પોલીસે રાજસાથાનના અજમેર, ડુગરપાડા ખાતે રહેતા મઠાણ મહોંમંદ ફઝલ મહોમંદ હરનાત તથા મુંબઈનાકુરેશી અનવર ફર્ફે પપ્પુ અખ્તર ઉર્ફે સલીમ ઉર્ફે ફારૃક ઉર્ફે અનવર ઉલહક અને ઉત્તરપ્રદેશના બરેલીના અને મુંબઈમાં રહેતા કુરેશી શકીલ ઈબ્રાહીમમી અટક કરી હતી.
આકોરીઓની પુછપરછમાં આ વિસ્ફોટકો ગુજરાત તથા મહારાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી દરમિયાન ભાંગફોડની પ્રવૃતિને અંજામ આપવા માટે મોકલવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતું. તે સિવાય દાઉદ ઈબ્રાહીમ, અબુ સાલેમ અને અબ્દુલ મજીદ અહમદ કુટ્ટી વગેરેની સંડાવણી બહાર આવી હતી. જેમાં ફરાર આરોપીઓને પકડવા મહેસણા કોર્ટે સીઆરપીસીની કલમ ૭૦ મુજબના વોરન્ટ ઈશ્યુ કર્યા હતા.
બીજીતરફ એટીએસે ફરાર અબ્દુલ મજીદ કુટ્ટીની તપાસ કરતા તે મોહમંદ કમાલ મહોંમદ હારૃનરસીજદના ખોટા નામથી ઝારખંડના જમશેદપુર રહેતો હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસની એક ટીમે જમશેદપુર જઈને અબ્દુલ મજીદ કુટ્ટીની અટક કરી હતી અને તેને અમદાવાદ લાવ્યા હતા.
મુબઈમાં રહેતા અબ્દુલ મજીદની ઓળખ દાઉદ ઈબ્રાહીમ સાથે થઈ હતી
અબ્દુલ અંડરવર્લ્ડના શખ્સો સાથે સોનાની સ્મગ્લિંગ અને કસ્ટમ ચોરીનું કામ કરવા લાગ્યો હતો
અબ્દુલ મજીદ કુટ્ટીનો જન્મ ૧૯૬૨માં મુબઈના મહિમમાં થયો હતો અને તેણે ધો.૧૦ સુધી અભ્યાસ કર્યો છે. મેડિકલનો સ્ટોર ધરાવતા પિતાનું ૧૯૭૮માં અવસાન થતા આબ્દુલ મજીદ કુટ્ટી નામનો પાસપોર્ટ બનાવી દુબઈ ગયો હતો અને ૧૯૮૪ સુધી એલ્યુમિનીયમ સેકશનમાં ગ્લાસ ફીટીંગનું કામ કરતો હતો. બાદમાં તે મુબઈ પરત આવ્યો હતો. મોહંમદ અલી રોડ પર પોતાની જમાત હોવાી તેની અવરજવર ત્યાં રહેતી હતી. જેમાં તે દાઉદ ઈબ્રાહીમ, અનીસ ઈબ્રાહીમ, અબુ સાલેમ, મોહંમદ ડોસા, મુસ્તુફા ડોસા, છોટા શકીલ અને ટાઈગર મેમણના સંપર્કમાં આવ્યો હતો. તેમની સાથે તે સોનાની સ્મગ્લીંગ અને કસ્ટમ ચોરીનું નાનુ મોટુ કામ કરતો હતો. ઉપરાંત દુબઈ આવ-જા કરતો હતો.૧૯૯૬માં દુબઈ ગયો ત્યારે તે અબુ સાલેમને મળ્યો હતો. ગુજરાત અને મહારાષ્ટ્રમાં પ્રજાસત્તાક દિને ત્રાસવાદી કૃત્યને અંજામ આપવા અબુ સાલેમે તેને એક્સપ્લોઝીવ અને શસ્ત્રોની ડિલીવરી અજમેર ખાતેથી લેવા કહ્યું હતું. બાદમાં તે હથિયારની ડિલીવરી લેવા માટે પોતાના સાથીદાર અને અજમેરમાં રહેતા મોહંમદ ફઝલને ડિલીવરી લેવા મોકલ્યો હતો. દરમિયાન તેણે અબુ સાલેમને જાણ કરી હતી કે હથિયારોની ડિલીવરી દરમિયાન ગુજરાતમાં પોલીસે હથિયારો પકડી લીધા છે. જેમાં મારો માણસ પકડાઈ ગયો છે જ્યારે તારો માણસ ભાગી ગયો છે. આથી હું નાસીને બંગકોક જતો રહ્યો હતો.જ્યાં તે ૧૯૯ સુધી પરચુરણ કામ કરતો હતો. દરમિયાન તેની ઓળખ પોરબંદરના મુમીયા સાથે થતા તેની સાથે સોનનું સ્મગ્લીંગ શરૃ કર્યું હતું.જેમાં તેની ઓળખ જમશેદપુરના મોહંમદ ઈનામ અલી સાથે થતા તેણે બીજા કોઈ નામનો પાસપોર્ટ બનાવી આપવા કહ્યું હતું. આથી તેણે એક એજન્ટ મારફતે કુટ્ટીનો મોહંમદ કમાલ નામનો પાસપોર્ટ બાવી આપ્યો હતો. જોના આધારે તે દુબઈથી મલેશિયા જતો રહ્યો હતો અને કાપડનો ધંધો કરતો હતો. ૨૦૧૯માં તે ભારત આવી જમશેદપુરમાં રહેવા લાગ્યો હતો
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nVsSsZ
via IFTTT
إرسال تعليق