કોરોનાગ્રસ્ત દર્દીના મૃત્યુ બાદ આ પ્રકારે કરાય છે પ્રક્રિયા, બે કલાક ચાલતી આ છે ખુબ જટિલ પ્રક્રિયા

અમદાવાદ, તા. 3 નવેમ્બર 2020, ગુરુવાર

કોરોનાગ્રસ્ત દર્દી મૃત્યુ પામે ત્યારે તેના શરીર પર અથવા શરીરની અંદર રહેલો વાયરસ અન્ય લોકોને પણ સંક્રમિત કરી શકે છે. તેથી કોરોનાગ્રસ્ત દર્દીની અંતિમક્રિયા માટેની સ્ટાન્ડર્ડ ઓપરેટીગ પ્રોસેસ (SOP) નિર્ધારીત કરવામાં આવી છે. અમદાવાદની હોસ્પિટલમાં મૃત્યુ પામતા કોરોનાગ્રસ્ત દર્દીઓની છેલ્લા 8 મહિનાથી અંતિમક્રિયા માટેની નિર્ધારિત પ્રક્રિયા અનુસરવામાં આવે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી કોરોના ડેડિકેટેડ 1200 બેડ હોસ્પિટલમાં મૃત્યુ પામતા કોરોનાગ્રસ્ત દર્દીઓની છેલ્લા 8 મહિનાથી અંતિમક્રિયા માટેની નિર્ધારિત પ્રક્રિયા કરવામાં આવે છે.

કોરોનાગ્રસ્ત દર્દી જ્યારે મૃત્યુ પામે ત્યારબાદ વોર્ડના તબીબી સ્ટાફ ડેથ સ્લીપ(મૃત્યુ નોંધ) તૈયાર કરે છે, જેમાં દર્દીની પ્રાથમિક માહિતી, મૃત્યુનું કારણ, મૃત્યુનો સમય અને તારીખ નોંધવામાં આવે છે. ત્યારબાદ મૃતદેહને સંપૂર્ણપણે જંતુરહીત કરવા માટે ગ્રાઉન્ડ ફ્લોરના એ-0 બ્લોકમાં ડેડ બોડી ડિસ્પોસલ વિસ્તારમાં તૈનાત ચીફ મેડિકલ ઓફિસરને ફોનથી જાણ કરવામાં આવે છે. ગ્રાઉન્ડ ફ્લોરના એ-0 વોર્ડમાં એક મેડિકલ ઓફિસર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન માંથી એક ઓફિસર 24 કલાક ડ્યૂટી પર હોય છે. જેમના માર્ગર્દશન હેઠળ આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

કોરોનાગ્રસ્ત દર્દીને તબીબ જ્યારે મૃત જાહેર કરે ત્યારે સંબંધિત બે સ્ટાફ મિત્ર જે-તે વોર્ડમાં સ્ટ્રેચર કે ટ્રોલી લઇને પહોંચે છે. આ સ્ટાફ મિત્રની સાથે સેનિટાઇઝેશનના 2 સ્ટાફ મિત્ર પણ મૃતદેહ અને સમગ્ર વિસ્તારને સેનિટાઇઝ કરવા સાથે જાય છે.

આ સ્ટાફ મિત્ર વોર્ડમાં પહોંચે ત્યાર સુધીમાં ડેડ બોડી ડિસ્પોઝલ વિસ્તારમાં ફરજ બજાવતા મેડિકલ ઓફિસરને મૃતક દર્દીના કેસની વિગત , રજીસ્ટ્રેશન નંબર અને સંપર્કની વિગતો વોટ્સએપથી જાણ કરાય છે. ફરજ પર હાજર મેડિકલ ઓફિસર દ્વારા દર્દીના સગાને આ અંગે તરત જાણ કરે છે.







from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mM1rkE
via IFTTT

Post a Comment

Previous Post Next Post