માર્ચ-2021 પછી નર્મદાનું પાણી વાપરવું મોંઘુ પડશે, કોમર્શિયલ રેટમાં ધરખમ વધારો થશે

અમદાવાદ, તા.3 ડિસેમ્બર 2020, ગુરુવાર

ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતાં ગ્રાહકોને વધારે દામ ચૂકવવા પડી શકે છે. નર્મદાનું પાણી પીવા માટે અને ઉદ્યોગો માટે આપવામાં આવતું હોય છે. હાલ માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવા માટેના દર પ્રતિ 1000 લીટરે 3.80 રૂપિયા રાખ્યા છે. જ્યારે ઔદ્યોગિક વપરાશ માટેના દર પ્રતિ 1000 લીટરે 31.38 રૂપિયા રાખ્યા છે.

હવે માર્ચ 2021 પછી પીવા માટેના પાણીના દરમાં 38 પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 3.13 રૂપિયાનો વધારો થશે. બન્ને પાણીના વપરાશના દરમાં નવા નાણાંકીય વર્ષમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ગુજરાતમાં 2006-07ના વર્ષમાં જ્યારે પ્રથમ વખત દરો નિયત કરવામાં આવ્યા હતા ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયાં હતા. 

નર્મદા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણી પુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતું નથી. નર્મદા નિગમે પાણીના દરો સુનિશ્ચિત કરવા માટે 6ઠ્ઠી માર્ચના રોજ એક પરિપત્ર ઇસ્યુ કર્યો હતો.





from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2Vw2TMg
via IFTTT

Post a Comment

Previous Post Next Post