
અમદાવાદ, તા. 2 ડિસેમ્બર 2020 બુધવાર
અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 50 હજાર લોકોને વેક્સિન અપાશે. જેની તૈયારીના ભાગ રૂપે એએમસી ખાતે ઉચ્ચ અધિકારી બેઠક મળી હતી. અમદાવાદ શહેરમાં કોરોના વેક્સિનેશન કઇ રીત પ્રથમ તબક્કાના આપવામા આવશે. તે અંગે અમદાવાદ કોર્પોરેશન દ્વારા આયોજન ભાગ રૂપે બેઠક મળી હતી. શહેરના તમામ આરોગ્ય વિભાગ સાથે જોડાયેલ અધિકારી વચ્ચે બેઠક મળી હતી.
આ બેઠકમાં પ્રાઇવેટ હોસ્પિટલ એશોસિએસનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. અમદાવાદ શહેરની એક અંદાજ મામલામાં આવી રહ્યો છે કે 50 હજાર કોરોના વોરિયર્સને પ્રથમ તબક્કામાં આ વેક્સિન અપાશેઆરોગ્ય વિભાગના જાણકાર સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં 50 હજાર લોકોને વેક્સિન અપાશે. જેની તૈયારીના ભાગ રૂપે એએમસી ખાતે ઉચ્ચ અધિકારી બેઠક મળી હતી.
વેક્સિન આપનાર વ્યક્તિઓના એએમસી દ્વારા ડેટા તૈયાર કરાઇ રહ્યા છે . જેની તૈયારીઓ એએમસી આરોગ્ય વિભાગ કરી રહ્યું છે. હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટર, કોવિડ કેર સેન્ટર, અને કોવિડ - 19 લગતી કામગીરી કરતા વ્યક્તિ વેક્સિન પ્રથમ તબક્કામાં અપાશે. જેના માટે સરકાર દ્વારા એપ્લિકેશન લોન્ચ કરાશે.
આ એપ્લિકેશનમા વેક્સિનમાં તમામ ડેટા રાખવાના આવશે. જેથી અન્ય કોઇ વ્યક્તિ દુર ઉપોયગ ન કરે તેની પણ ખાસ વ્યવસ્થા કરાશે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3fXq4s5
via IFTTT
Post a Comment