અમદાવાદ: છેલ્લા 5 વર્ષની દુર્ઘટનાઓમાં અધિકારીઓ સામે કોઇ પગલાં નહીં


અમદાવાદ, તા. 2 ડિસેમ્બર 2020 બુધવાર

અમદાવાદમાં 10 મોટી દુર્ઘટનાઓમાં અધિકારીઓની કોઇ જવાબદારી હજુ સુધી નક્કી નથી થઈ. અલગ અલગ 10 ઘટનાઓમાં જવાબદારો સામે કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. આ ઘટનાઓમાં એપ્રિલ 2016માં ડિમોલિશન કામગીરીમાં 4 લોકોના મોત થયા હતા. માર્ચ 2016માં એલ.જી હોસ્પિ.માં મોતિયા ઓપરેશનથી લોકોએ દ્રષ્ટિ ગુમાવી હતી. 

ઑપરેશન કરનાર તમામ ડોક્ટર્સને ક્લીનચીટ અપાઈ છે. જૂન 2016માં નગરી હોસ્પિટલમાં થયેલા અંધાપાકાંડમાં પણ કોઇ કાર્યવાહી નહીં 15 લોકોની દ્રષ્ટી ગુમાવવા પાછળ ઇન્જેક્શનને જવાબદાર ગણાવાયા હતા. 

ઓગસ્ટ 2018માં સરકારી વસાહતના તૂટી પડતા 1નું મોત થયું હતું મે 2019માં ઓઢવમાં ટાંકાની સફાઇ કરતા 4 શ્રમિકોના મોત થયા પરંતુ તેમાં કોઈ કાર્યવાહી ન કરી 2019માં કાંકરિયામાં રાઇડ તુટવાને ઘટનામાં પણ કોઈ જ કાર્યવાહી ન થઈ.

ફેબ્રુઆરી 2020માં નંદન ડેનિમ કંપનીમાં આગમાં 8 શ્રમિકોના મોત થયા પણ કાર્યવાહી ન થઈ. ઓગસ્ટ 2020માં શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં પણ 8 દર્દીઓના મોત થયા પરંતુ તપાસ શૂન્ય, શ્રેય અગ્નિકાંડમાં પણ મનપા અને ફાયરના અધિકારીઓને ક્લીનચીટ આપી દેવાઈ. નવેમ્બર 2020માં પિરાણા બ્લાસ્ટમાં 12 લોકોનો ભોગ લેવાયો પરંતુ હજુ સુધી કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37sK4z0
via IFTTT

Post a Comment

Previous Post Next Post