ચીની રાજદૂતે દિવાળીની શુભેચ્છા આપી, ટ્વીટર પર પોતાનો સંદેશો મૂક્યો


- સુખ, સમૃદ્ધિ મળે એવી ભાવના વ્યક્ત કરી

નવી દિલ્હી તા.14 નવેંબર 2020 શનિવાર

ભારત ખાતેના ચીની રાજદૂતે ભારતની પ્રજાને દિવાળીની શુબેચ્છા આપતો સંદેશો સોશ્યલ મિડિયા પર મૂક્યો હતો.

ચીની રાજદૂત સુન વેઇદોંગે ટ્વીટર પર લખ્યું હતું કે ભારતની પ્રજાને હેપ્પી દિવાળી. તમે સૌ સુખ-શાંતિ અને સમૃદ્ધિને વરો એવી હાર્દિક શુભેચ્છા. ખુશી અને ઉલ્લાસના આ પર્વમાં આપને અને આપ સૌના પરિવારને સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાઓ એવી હાર્દિક શુભકામના વ્યક્ત કરું છું.

આમ તો છેલ્લા પાંચ છ માસથી પૂર્વી લદ્દાખ વિસ્તારમાં ભારત અને ચીનના લશ્કર વચ્ચે સતત તનાવ ચાલી રહ્યો હતો. બંને પક્ષે મંત્રણાના સાત આઠ રાઉન્ડ પણ કર્યા તા. આઠમા રાઉન્ડ વખતે એવી સહમતિ સધાઇ હતી કે ફિંગર વિસ્તારમાંથી બંને પક્ષે પોતપોતાના લશ્કરને ખસેડી લેવાં. જો કે આ પ્રસ્તાવને ચીને હજુ ઔપચારિક રીતે સંમતિ આપી નથી. 

અત્યારે પૂર્વી લદ્દાખમાં ભારતીય લશ્કરના 50 હજાર જવાનો તહેનાત છે. ચીને પણ લગભગ એટલાજ જવાનો ત્યાં તહેનાત કર્યા હતા. કોઇ પૂર્વ ઉશ્કેરણી વિના ચીને આ પગલું ભર્યું હતું. જો કે ભારતીય જવાનોએ બહાદૂરી દાખવીને દરેક વખતે ચીનના જવાનોને પીછેહઠ કરવાની ફરજ પાડી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3nr8W0i
via IFTTT

Post a Comment

Previous Post Next Post