જવાનો સાથે દિવાળી ઊજવવા મોદી જેસલમેર પહોંચ્યા, સાથે ચીફ ઑફ ધ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત પણ હાજર


- જેસલમેર પાસે પાકિસ્તાન જોડેની સરહદ છે

જેસલમેર તા.14 નવેંબર 2020 શનિવાર

ભારતીય લશ્કરના જેસલમેર સરહદે ખડે પગે ફરજ બજાવતા જવાનો સાથે દિવાળી ઊજવવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી જેસલમેર પહોંચ્યા હતા. તેમની સાથે ચીફ ઑફ ધ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત, ભૂમિ દળના વડા સેનાપતિ એમએમ નરવણે અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના ડાયરેક્ટર જનરલ રાકેશ અસ્થાના પણ હતા.

જેસલમેર ખાતેની ભારતીય સરહદ પર મોટે ભાગે બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનો બારે માસ ફરજ બજાવે છે. અહીં તનોટ માતાજીનું મંદિર પણ છે. અહીં બોર્ડર સિક્યોરિટી ફોર્સનું લોંગોવાલ મથક આવેલું છે જ્યાં વડા પ્રધાન જવાનો સાથે દિવાળી ઊજવવાના હતા. ગયા વરસે વડા પ્રધાને જમ્મુ કશ્મીરમાં રાજૌરી ખાતે ભારતીય લશ્કરના જવાનો સાથે દિવાળી નિમિત્તે ઓક્ટોબરની 27મીએ ઊજવણી કરી હતી. એ પહેલાં 2018ની દિવાળી પર વડા પ્રધાને ઉત્તરકાશીમાં ફરજ બજાવી રહેલા ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ સાથે દિવાળી મનાવી હતી.  

મોદી કદાચ પહેલા એવા વડા પ્રધાન છે જે સતત જવાનો સાથે વિવિધ સરહદો પર દિવાળી ઊજવીને જવાનોનો ઉત્સાહ વધારતા રહ્યા હતા. વડા પ્રધાને દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા આપતાં એક દીવો સરહદો સાચવતા જવાનોની સ્મૃતિમાં કરવાની હાકલ કરી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2UqcWBX
via IFTTT

Post a Comment

Previous Post Next Post