કરચોરીના આરોપીના બેન્કના ખાતા ટાંચમાં લેવાનો આદેશ રદ


અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર

કરચોરીના આરોપીના પાંચ બેન્ક ખાતા કામચલાઉ ધોરણે ટાંચમાં લેવાનો જી.એસ.ટી.( ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) વિભાગે આપેલો આદેશ ગુજરાત હાઇકોર્ટે રદ કર્યો છે. આ આદેશ સાથે હાઇકોર્ટે અવલોકન કર્યુ છે કે સરકારી મહેસૂલની સુરક્ષા માટે કાલ્પનિક આધાર કે ઇચ્છાશક્તિને આધાર બનાવી બેન્ક ખાતા ટાંચમાં લેવાનો નિર્ણય લઇ શકાય નહીં.

કરચોરીના આરોપી દ્વારા રજૂઆત કરાઇ હતી કે સી.જી.એસ.ટી. એક્ટની કલમ-83 પ્રમાણે તેના પાંચ બેન્ક ખાતા કામચલાઉ રીતે ટાંચમાં લેવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ જોગવાઇ પ્રમાણે બેન્ક ખાતું ટાંચમાં લેતા પહેલાં ઓથોરિટીએ એક અભિપ્રાય નિર્ધારિત કરવો જરૂરી છે. બેન્ક ખાતું ટાંચમાં લેવાના નિર્ણયનો હેતુ સરકારી આવકાના રક્ષણનો છે તેવુ ફલિત કરતો અભિપ્રાય આ જોગવાઇ હેઠળ લેવાનો હોય છે.

સરકાર પાસે કોઇ નક્કર પુરાવાઓ અને બાબતો હોવી જોઇએ જેના આધારે આ અભિપ્રાય બાંધી શકાય, આવી રીતે બેન્ક ખાતા ટાંચમાં લેવાનો નિર્ણય મનસ્વી છે. હાઇકોર્ટની ખંડપીઠે આ રજૂઆત ગ્રાહ્ય રાખી બેન્ક ખાતા કામચલાઉ રીતે ટાંચમા લેવાનો આદેશ રદ કર્યો છેઅને ખાતાંં  મુક્ત કરવાનો આદેશ કર્યો છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3kdouCR
via IFTTT

Post a Comment

أحدث أقدم