હોમ આઈસોલેશનમાં મુકાયેલા 8 પૈકી 4 દર્દી વતન જતા રહ્યાં


અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર

શહેરમાં કોરોના મહામારીની વચ્ચે મ્યુનિ.દ્વારા થતી આરોગ્ય તપાસમાં કોઈ લક્ષણ ન ધરાવતા હોય એવા એસિમ્પ્ટોમેટિક દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવે છે. સંજીવની રથ દ્વારા આ પ્રકારના દર્દીઓનું સતત ફોલોઅપ કરાય છે.

દરમિયાન હોમ આઈસોલેશનમાં રખાયેલા અમદાવાદના આઠ દર્દી  કોઈ કામ માટે તો કોઈ ધંધા માટે અથવા કોઈ પોતાના વતનના ગામમાં જતા રહેતા મ્યુનિ.એ ચારને શોધી કોવિડ કેર સેન્ટરમાં દાખલ કર્યા છે.જયારે ચારની શોધ હજુ જારી છે.જો બાકીના ચાર પરત નહીં ફરે તો પોલીસ ફરિયાદ કરવા સુધીની મ્યુનિ.દ્વારા નોટિસ દ્વારા ચીમકી આપવામાં આવી છે.

મળતી માહીતી પ્રમાણે, મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા 6 નવેમ્બરના રોજ  સીટીએમ વિસ્તારમાં રહેતા અંકિત ચૌધરી નામના ત્રીસ વર્ષના યુવાન,વસ્ત્રાલના શીરડીધામ પરિસરમાં રહેતાં અનિતા ભટ્ટી, ઉં.વર્ષ-26 અને હાર્દિક ભટ્ટી, ઉં.વર્ષ-31 તથા સુમિત પટેલ, ઉં.વર્ષ-23ને  કોઈ લક્ષણો ધરાવતા ન હોવાથી હોમ આઈસોલેશનમાં રહેવા સુચના આપી હતી.બાદમાં સંજીવની રથ અને મેડીકલ ટીમ દ્વારા તપાસ કરાતા કોઈ મળી આવ્યા ન હતા.

ભારે તપાસ બાદ અંકિત ચૌધરીને બહેરામપુરા ચેપીરોગ હોસ્પિટલમાં,અનિતા ભટ્ટી અને હાર્દિક ભટ્ટીને નિકોલ  સ્પોર્ટસ સંકુલ કોવિડ સેન્ટર ખાતે સારવાર હેઠળ દાખલ કર્યા છે.જયારે સુમિત પટેલ સુરેન્દ્રનગર પોતાના ગામ જતો રહ્યો હોવાનું જાણવા મળ્યુ છે.શાહપુર વિસ્તારમાં શાહ કોલોની પાસે રહેતા એમ.ડી.ચાંદ ,ઉં.વર્ષ-30 ઘરે તપાસ કરતા ઘરે મળેલ નથી.

7 નવેમ્બરે દાણીલીમડાની સિધ્ધેશ્વરી સોસાયટીમાં રહેતો અંકિત પરમાર હોમ આઈસોલેશનમાં રહેવાને બદલે કયાંક ચાલ્યો જતા તેને શોધીને ચેપીરોગની હોસ્પિટલ,બહેરામપુરા ખાતે દાખલ કર્યો છે.સૈજપુરના અંબિકાનગરમાં રહેતા જય મકવાણા અને દિવ્યાંગી મકવાણા પ્રાંતિજ પોતાના ગામ જતા રહ્યા હોવાનું બહાર આવ્યુ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38pE642
via IFTTT

Post a Comment

أحدث أقدم