
અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
બુધવારે અમદાવાદના દક્ષિણ ઝોનમાં પીરાણા-પીપળજ રોડ પર નાનુભાઈ એસ્ટેટમાં લાગેલી ભીષણ આગની ઘટનામાં એકસાથે 11 નિર્દોષ લોકોએ જીવ ગુમાવતા મ્યુનિ.તંત્રના એસ્ટેટ વિભાગની કામગીરી શંકાની એરણ પર મુકાઈ છે.
દક્ષિણના પીરાણા,પીપળજ,શાહવાડી અને નારોલ સહીતના અનેક વિસ્તારોમાં કોઈપણ પ્રકારના પ્લાન મંજુર કરાવ્યા વગર કે એનઓસી વગર પ્રોસેસ હાઉસ અને ફેકટરીઓ ધમધમી રહી છે આ અંગે મ્યુનિ.દ્વારા બૃહદ તપાસ કરી કાર્યવાહી કરવી જોઈએ એવી પ્રબળ માંગ આ બનાવ બાદ સામે આવી છે.
મ્યુનિ.તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગેરકાયદે બાંધકામો દુર કર્યાની પ્રસિધ્ધિ કરે છે.પરંતુ વાસ્તવિકતા એ છે કે,દક્ષિણ ઝોનના અનેક વિસ્તારો એવા છે કે જયાં અસામાજીક તત્વો અને ભૂમાફીયાઓએ મ્યુનિ.માલિકીની જગ્યામાં ગેરકાયદે કબજો જમાવીને ફેકટરીઓ કે પ્રોસેસ હાઉસ ઉભા કરી દીધા છે.
કોઈ પ્રકારના પ્લાન મંજુર કરાયા નથી કે નથી ફાયર વિભાગની એનઓસી મેળવવામાં આવી આમ છતાં વર્ષોથી આ પ્રકારે ધમધમતા એકમો સામે એસ્ટેટ કે ફાયર વિભાગ તરફથી કોઈ નકકર કાર્યવાહી કરાતી ન હોવાથી આ વિસ્તારોમાં નજીકના વર્ષોમાં આગ લાગવા સહીતની અન્ય ઘટનાઓની સંખ્યા અને એમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે.મ્યુનિ.તંત્ર બનાવ સમયે કાર્યવાહી કરવાની મોટી વાતો કરે છે.સમય જતા બધુ ભૂલી જવાતુ હોય છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3mRe0uP
via IFTTT
Post a Comment