
અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલ વિરૂધ્ધ દિવસે દિવસે કાયદાનો ગાળિયો મજબુત બનતો જાય છે. વસ્ત્રાપુર પોલીસે મહિલાની જમીન પચાવી પાડવાના કાવતરાના ગુનામાં રમણ પટેલ અને તેમના ભાઈ દશરથ પટેલની અટક કરી છે. જ્યારે સોલા પોલીસે છેતરપિંડીના કેસમાં રમણ પટેલ સહિત 14 જણા સામે ગુનો નોંધ્યો છે.
વસ્ત્રાપુર પોલીસે રમણ પટેલ અને તેમના ભાઈ દશરથ પટેલ સહિત 9 જણા સામે ગુનો નોંધ્યો છે. આ કેસની વિગત મુજબ ચંચળબહેન ઉર્ફે સુશીલાબહેન બ્રહ્મભટ્ટની થલતેજ ગામની સીમમાં જમીન આવેલી છે. તેમના પિતા પોચાભાઈ વિરમભાઈ આ જમીનના માલિક કબ્જેદાર અને ભોગવટેદાર હતા પણ તેમનું અવસાન થયું હતું.
આથી ચંચળબહેન અને તેમની બે બહેનો અને માતા સહિત ચાર જમાના નામ વારસદારો તરીકે દાખલ થયા હતા. બીજીતરફ રમણ પટેલ સહિત 9 જણાએ કાવતરૂ ઘડીને ચંચળબહેન તેમની બે બહેનો અને માતાની ખોટી સહીઓ કરીને બનાવટી પાવર ઓફ એટર્ની બનાવી સબ રજીસ્ટારની ઓફિસમાં તે સાચા તરીકે રજુ કર્યા હતા.
જેને પગલે ચંચળબહેને આરોપીઓ વિરૂદ્ધસ્સ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સોલા પોલીસે બાબુજી આતાજી ઠાકોરની ફરિયાદને આધારે રમણ પટેલ તેમના ભાઈ દશરથ પટેલ સહિત 14 જણા સામે ગુનો નોંધ્યો હતો.
આરોપીઓએ બાબુજી ઠાકોરની જમીનના ખોટા પાવર ઓફ એટર્ની બનાવી તેને આધારે રજીસ્ટ્રર વેચાણ દસ્તાવેજ બનાવ્યો હતો. આ વેચાણ દસ્તાવેજ બાબુજીના ખોટા પાવર ઓફ એટર્નીના આધારે કરાયા હતા.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32gnGY1
via IFTTT
Post a Comment