સરહદી લોકોની જાગૃતિ વગર સીમા અસુરક્ષિત - અમિત શાહ


કચ્છના ધોરડોમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાના સરપંચો સાથે કેન્દ્રીય ગૃહમંત્રીનો સંવાદ

ભુજ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

સમગ્ર દેશમાં સૌ પ્રથમ ગુજરાતના સરહદી વિસ્તાર એવા કચ્છ ખાતેથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરાવતાં કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતુ કે, દેશની સુરક્ષા માટે કાર્ય કરતા જવાનોની સાથે સીમાવર્તી ગામના લોકો અને જન પ્રતિનિિધઓ પણ સીમાના પ્રહરીઓ છે.

તેમણે જણાવ્યું હતું કે, દેશની સીમાના ગ્રામ્ય વિસ્તારોના લોકોમાં સીમા સુરક્ષા સબંિધત સામાજિક ઉત્તરદાયિત્વ કેળવવાની સાથે સીમાઓ પર પલાયન રોકવા, સીમાના ગામડાઓનો વિકાસ કરવા અને લોકોમાં દેશભકિત વધુ જીવંત બનાવવાની સાથે સીમાઓને સુરક્ષિત કરવાના ચૌમુખી ઉદ્દેશ સાથે કચ્છની ધરા પરથી સીમાંત વિકાસોત્સવ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

સીમાંત વિકાસોત્સવ એ અવિરત ચાલનારી શ્રૂંખલા છે અને આવનારા દિવસોમાં આ વિકાસોત્સવ દેશના વિવિધ પ્રાંત - સીમા વિસ્તારોમાં પણ યોજાશે. જયાં સુધી સીમા ઉપર રહેલા ગ્રામ્ય વિસ્તારના લોકો સીમા સુરક્ષા બાબતે જાગૃત નહીં બને ત્યાં સુધી સીમાઓને સાચા આૃર્થમાં સુરક્ષિત રાખી નહીં શકાય તેમ જણાવતાં ગૃહમંત્રીએ કહયું હતું કે, દેશની અને રાજ્યની સીમાઓ માતાના આંચલ સમાન છે.

તેની સુરક્ષા કરવાની જવાબદારી પ્રત્યેક નાગરિકની ફરજ છે. તે પછી દેશની આંતરીક સુરક્ષા હોય કે આંતરરાષ્ટ્રીય સુરક્ષા હોય. દેશની આંતરિક સુરક્ષા જયાં સુધી મજબૂત નહી હોય ત્યાં સુધી દેશ આગળ વધી નહીં શકે.

તેમણે ઉમેર્યુ કે, કોરોનાના કપરા કાળમાં પણ કેટલાક વિપક્ષી રાજકીય દળોએ સહયોગ આપવાના બદલે રાજકીય નિવેદનો કર્યા અને જુઠાણા ફેલાવીને દેશને બદનામ કરવાના પ્રયાસો કર્યા તે સમયે પણ દેશવાસીઓએ જે સહયોગ આપ્યો છે. જેના પરિણામે આપણે બચી શકયા છીએ.

ભારત-ચીન સીમા પર સડક નિર્માણનું કામ પ્રતિ વર્ષ 230 કિ.મી. થતું હતું એ 470 કિ.મી. પ્રતિ વર્ષ થાય છે. સીમાઓ પર 2008 થી 14 માં 1 જ સુરંગ નિર્માણ થયું હતું. વર્ષ 2014-20માં 6 નવી સુરંગોનું નિર્માણ કર્યુ છે અને 19 નવી સુરંગોના નિર્માણની કામગીરી પ્રગતિ હેઠળ છે.

એ જ રીતે સીમાની સુરક્ષાઓ વધારવા માટે બજેટમાં પણ ઉતરોત્તર વધારો કર્યો છે. વર્ષ 2008-14માં રૂ.3300 કરોડ હતા તેની સામે વર્ષ 2017-18માં રૂ.5400 કરોડ, 2018-19માં રૂ.6700 કરોડ અને વર્ષ 2020-21માં 11 હજાર કરોડના જંગી બજેટની જોગવાઇ પણ કેન્દ્રની સરકારે કરી છે.

આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીમામાં સુરક્ષાઓ મહત્વપૂર્ણ યોગદાન આપી રહેલા સીમાના ગામડાઓના વિકાસ માટે સરકારની પ્રતિબધૃધતા વ્યકત કરતાં જણાવ્યું હતું કે, રાજય -  કેન્દ્ર સરકાર સીમાઓ પરના ગ્રામ્ય વિસ્તારોને વધુ સુવિધાસભર બનાવવા કટિબધૃધ છે.

કચ્છના સફેદ રણમાં સરહદી ક્ષેત્ર વિકાસોત્સવ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા સરપંચ સંમેલનમાં કેન્દ્રિય ગૃહમંત્રી સાથે સહભાગી બનેલા મુખ્યમંત્રીએ કચ્છની સાથે બનાસકાંઠા અને  પાટણ જિલ્લાના સીમાવર્તી ગામડાઓના વિકાસ માટેના રાજય સરકારના આયોજનબધૃધ કામોનો ચિતાર આપ્યો હતો. 

તેમણે રોજગારીના સર્જન થકી સીમાને સમૃધૃધ બનાવવા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતુ કે, કચ્છ જિલ્લામાં રોજગારીના સર્જનની સાથે દુનિયાનો સૌથી મોટો રીન્યુએબલ એનર્જી પાર્ક કચ્છના સરહદી વિસ્તાર ઉપર શરૂ થવા જઇ રહયો છે.

આ ઉપરાંત દરિયાના ખારા પાણીને મીઠા બનાવવા માટેના પ્લાન્ટનું કામ પણ હાથ ધરાયું છે, જે પૂર્ણ થતાં આ વિસ્તાર માટે પીવાના પાણીનો પ્રશ્ન ભૂતકાળ બની જશે. આ પ્રસંગે કન્દ્રીય કૃષિ, ગ્રામીણ વિકાસ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે સીમાવર્તી રાજ્યોમાં વિકાસ કામોને ઐતિહસિક ગણાવ્યા હતા. જ્યારે મુખ્ય સચિવ ડૉ. અનિલ મુકીમે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ તકે બી.એસ.એફ. ના ડી.જી.પી. રાકેશ અસૃથાના દ્વારા બી.એસ.એફ.ની કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ દરમિયાન કચ્છ, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના વિવિધ ગામોના સરપંચોએ તેમના ગામ - વિસ્તારમાં ''સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ'' અંતર્ગત હાથ ધરાયેલ વિકાસ કામોનો ઉલ્લેખ કરી તેમના સરહદી વિસ્તારના વિકાસ માટે રાજ્ય - કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કાર્યો બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3eRA7yy
via IFTTT

Post a Comment

Previous Post Next Post