પતિએ આફ્રિકા જવા પત્ની પાસે દહેજમાં સાત લાખની માંગણી કરી


અમદાવાદ, તા. 12 નવેમ્બર, 2020, ગુરૂવાર

નોબરનગરમાં રહેતી પરિણીતાના પકિને આફ્રિકા જવું હોવાથી તેના પિયરમાંથી સાત લાખ દહેજ લઈ આવવા જણાવીને ત્રાસ આપતા સાસરીયા વિરૂદ્ધ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. તે સિવાય પરિણીતાને ચુડેલ વળગી છે કહીને ભુવા પાસે વિધી કરાવી પરેશાન કરતા હતા.

સૈજપુર બોઘામાં રહેતા ઉર્મિલાબહેન ઉર્ફે પ્રિતીબહેન(29)ના લગ્ન 2014માં નોબલનગરમાં આલોક ટેનામેન્ટમાં રહેતા પિયુષકુમાર એમ.શર્મા સાથે થયા હતા. લગ્નસમયે ઉર્મિલાબહેનને તેમના પિતાએ કરિયાવરમાં પાંચ લાખ આપ્યા હતા.તે સિવાય દાગીના અને કપડા આપ્યા હતા.

લગ્ન બાદ સાસરીયા અમારી મરજી મુજબ દહેજ આપ્યું નથી અને તુ ભિખારીના મા બાપના ઘરની છે અને સમાજમાં અમારી બદનામી થઈ છે કહીને સાસરીયા ઉર્મિલાબહેનને ત્રાસ આપતા હતા. બાદમાં  સસરાએ ઉર્મિલાબહેનને એમબીએનો અભ્યાસ કરાવવો છે કહીને તેમના પિતા પાસેથી ચાર લાખ રૂપિયા લીધા હતા. તે સિવાય પતિને અન્ય છોકરીઓ સાથે સંબંધ હોવાનું પણ ઉર્મિલાબહેનના ધ્યાનમાં આવ્યું હતું.

દરમિયાન સાસરીયા વધુ પૈસા મેળવવા ઉર્મિલાબહેનને ચુડેલ વળગી છે કહીને કોઈ ભુવા પાસેથી માદળીયુ લાવીને તેમને પહેરાવ્યું હતું. તે સિવાય રાત્રે કોઈ વિધી કરાવીને ઉર્મિલાબહેનને ખવડાવતા હતા. સાસરીયાઓએ તેમના કહ્યા મુજબ ન કરે તો ઉર્મિલાબહેનને તેમના પિયર જતા રહેવા જમાવતા હતા. બીજીતરફ 2015માં પતિ પિયુષકુમાર આફ્રિકા ગયો હતો પણ ઉર્મિલાબહેનને જાણ કરી ન હતી. 

તેમણે ફોન કરીને પુછતા તેણે સરપ્રાઈઝ આપી હોવાનું કહ્યું હતું. આથી કંટાળીને ઉર્મિલાબહેન તેમના પિયર જતા રહ્યા હતા. સાસરીયાઓે દહેજમા સાત લાખ લઈને આવ પચી વિચારીશું, એમ ઉર્મિલાબહેનને કહ્યું હતું. અંતે તેમણે તેમના પતિ પિયુષકુમાર શર્મા, સસરા મુકેશકુમાર, સાસુ હરેશબહેન, નણંદ વર્ષાબહેન અને દિયર મનીષ વિરૂધ્ધ પુર્વ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3njMYN0
via IFTTT

Post a Comment

Previous Post Next Post