
અમદાવાદ, તા. 7 નવેમ્બર, 2020, શનિવાર
દિવાળીના તહેવારોમાં ફટાકડાં ફોડવાના મુદ્દે હજુ રાજ્ય સરકારે કોઇ નિર્ણય લીધો નથી ત્યારે રાજ્ય ગૃહવિભાગે જાહેરનામુ બહાર પાડીને જાહેરમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લાદ્યો છે. એટલું જ નહીં, રાજ્યમાં ફટાકડાં વિદેશથી આયાત કરવા પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ફટાકડાં ફોડવા કે નહીં તે અંગે સરકાર અનિર્ણિત છે ત્યારે ગૃહવિભાગના જાહેરનામા પછી અસમંજશનની સિૃથતી ઉભી થઇ છે.
ફટાકડાં ફોડવાના મુદ્દે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે દેશના તમામ રાજ્યોને નોટિસ આપીને ખુલાસો પૂછ્યો છે. જોકે, આ મામલે હજુ રાજ્ય સરકારે કોઇ નિર્ણય લીધો નથી. બીજી તરફ, આજે રાજ્ય ગૃહવિભાગે સુપ્રિમકોર્ટના વર્ષ 2015ના આદેશ આધારે જાહેરનામુ બહાર પાડયુ છે જે મુજબ દિવાળીના તહેવારોમાં જાહેરમાં ફટાકડાં ફોડી શકાશે નહીં.
આ જાહેરનામા મુજબ ફટાકડાંના ગેરકાયદે આયાત જ નહીં પણ ફટાકડાંના સંગ્રહ-વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરોને કલમ 144 હેઠળ પ્રતિબંધાત્મક આદેશો બહાર પાડવા સૂચના આપી દેવાઇ છે. સુપ્રિમકોર્ટના આદેશનું કડકપણે પાલન થાય તે માટે પોલીસને આદેશ કરાયો છે.
દિવાળીના દિવસો નજીક છે ત્યારે ફટાકડાં ફોડવા કે નહીં તે મુદ્દે હજુ રાજ્ય સરકારે નિર્ણય લીધો નથી ત્યારે ફટાકડાંના વેપારીની ચિંતા વધી છે. કોરોનાના કારણે ફટાકડાં બજારમાં હાલ મંદીનો માહોલ છે. માંડ બજારોમાં રોનક ફરી આવી છે ત્યારે આ દિવાળીએ ફટાકડાં ફુટશે કે નહી તે મુદ્દે અસમંજશનો માહોલ પ્રવર્તી રહ્યો છે.
ફટાકડા ફોડવા કે નહીં તે અંગે 9મી ડિસેમ્બરે ગુજરાત સરકાર નિર્ણય લઇ શકે છે
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની નોટિસ બાદ ફટાકડાં ફોડવા કે નહીં તે મુદ્દે સરકાર હરકતમાં આવી છે. હાલમાં પર્યાવરણ વિભાગ સાથે પરામર્થ ચાલી રહ્યો છે. જોે કે, ગરબા પર પ્રતિબંધ લાદ્યા બાદ હવે સરકાર પ્રદુષિત શહેરોમાં ફટાકડાં ફોડવા પર પ્રતિબંધ લાદે તો નવાઇ નહીં. સૂત્રોના મતે, આગામી 9મી નવેમ્બરે રાજ્ય સરકાર આ મામલે આખરી નિર્ણય લેશે તેવી શક્યતા જોવાઇ રહી છે.
દિવાળીના તહેવારોમાં રોનક જળવાય, ફટાકડાનો વેપાર ધમધમે તે હેતુસર રાજ્ય સરકાર ફટાકડાં ફુટે તેવા મતમાં છે પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની નોટિસ પછી રાજ્સૃથાન, કર્ણાટક , ઓડિસા સહિતના રાજ્યોએ ફટાકડાં પર પ્રતિબંધ મૂક્યો છો ત્યારે હવે ગુજરાત સરકાર શું નિર્ણય કરે છે તેના પર સૌની નજર છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3n96uf7
via IFTTT
إرسال تعليق