
અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર
કોરોનાકાળના કારણે ગંભીર ગુનાઓના બીમાર કેદીઓના વચગાળાના જામીન પણ મંજૂર કરવાની માગણી કરતી રિટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. હાઇકોર્ટે નોંધ્યું છે કે આ કેદીઓને જેલ મેન્યુઅલ પ્રમાણે સુવિધા-સારવાર મળી શકે છે તેમજ જામીન માટે અરજી પણ કરી શકાય તેમ છે. તેથી કોર્ટ હાઇપાવર કમિટીના નિર્ણયમાં કોઇ હસ્તક્ષેપ કરવા માગતી નથી.
અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે સાત વર્ષથી વધુની સજાની જોગવાઇ ન હોય તેમજ ગંભીર ન હોય તેવા ગુનાઓના દોષિત તેમજ કાચા કામના કેદીઓને 31મી ડિસેમ્બર સુી વચગાળાના જામીન આપવામાં આવ્યા છે.
કેટલાંક ગંભીર ગુનાઓ હેઠળ જેલમાં સજા કાપી રહેલા કેદીઓ પણ ગંભીર રીતે બીમાર છે. તેથી તેમની સારવાર માટે તેમજ તેમને કોરોના સંક્રમણ ન થાય તે માટે વચગાળાના જામીન અંગે હાઇકોર્ટે વિચારણા કરવી જોઇેએ.
આ અરજી અંગે હાઇકોર્ટે નોંધ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશની નિયુક્તિ થયેલી હાઇપાવર કમિટીએ જે નિર્ણય કર્યો છે તેમાં અમે હસ્તક્ષેપ કરવા માગતા નથી. આવાં કેદીઓ જેલ મેન્યુઅલ પ્રમાણે સારવાર અને સુવિધા મેળવી શકે છે તેમજ જામીન માટે અરજી કરી શકે છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/2HO0EAz
via IFTTT
Post a Comment