પેરામેડિકલમાં બે ડિસેમ્બરથી બીજો ઓનલાઈન રાઉન્ડ શરૂ થશે


અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020, રવિવાર

પેરામેડિકલમાં પ્રથમ રાઉન્ડ બાદ ખાલી રહેલી બેઠકો અને નવી મંજૂર થયેલી કોલેજોની બેઠકો માટે 2જી ડિસેમ્બરથી બીજો રાઉન્ડ શરૂ થશે. આવતીકાલે પ્રવેશ સમિતિ દ્વારા વિધિવત કાર્યક્રમ જાહેર કરી દેવાશે.

બીએસસી નર્સિંગ, જનરલ નર્સિંગ, ફીઝિયોથેરાપી સહિતના ધો.12 સાયન્સ પછીના બોર્ડના પરિણામ આધારીત (નીટ સિવાયના) આઠ પેરામેડિકલ કોર્સમાં પ્રવેશ માટેની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રક્રિયામાં પ્રથમ રાઉન્ડમાં 18 હજારથી વધુ બેઠકોમાંથી 15 હજાર જેટલી બેઠકોમાં એલોટમેન્ટ થયુ હતુ અને 3 હજારથી વધુ બેઠકો ખાલી હતી.

પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓએ પ્રવેશ રદ કરતા ખાલી બેઠકો અને અગાઉની ખાલી બેઠકો ઉપરાંત નવી મંજૂર થયેલી હયાત કોલેજો થતા ચાલુ વર્ષની નવી આવેલી કોલેજોની બેઠકો માટે હવે બીજો રાઉન્ડ થશે. નવી કોલેજો મંજૂર થતા બેઠકો વધશે.અગાઉ પ્રથમ રાઉન્ડ સમયે હયાત કોલેજોમાંથી ઘણી કોલેજોની રીન્યુઅલ પરમિશન બાકી હતી .જેમાંથી મોટા ભાગની કોલેજોની મંજૂરી આવી ગઈ છે.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/3liEzb5
via IFTTT

Post a Comment

Previous Post Next Post