
અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર
પેટાચૂંટણી વખતે મોરબીમાં એક જાહેરસભા વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાતિવાચક શબ્દપ્રયોગ કરતાં દલિતો રોષે ભરાયા હતાં. અમદાવાદમાં મંગળવારની મોડી રાત્રે દલિત સંસૃથાના કાર્યકરોએ કૃષ્ણનગર અને મેઘાણીનગરમાં નાયબ મુખ્યમંત્રીનુ પૂતળુ સળગાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જોકે,દલિતોના આક્રોશને પગલે આખરે નીતિન પટેલે ટ્વિટ કરીને માફી માંગવી પડી હતી જેથી આખોય મામલો શાંત પડયો હતો.
મોરબીમાં પેટાચૂંટણીના પ્રચાર વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરસભામાં જાતિવાચક શબ્દ પ્રયોગ કર્યો હતો જેના પગલે દલિતોમાં રોષ ભભૂક્યો હતો. એટલું જ નહીં, સોશિયલ મિડીયામાં નાયબ મુખ્યમંત્રીનો ભારે વિરોધ થયો હતો.ભારતીય દલિત પેનૃથરે તો નીતિન પટેલ માંફી નહી માંગે તો સમગ્ર રાજ્યમાં પૂતળાદહન કરવા ચિમકી આપી હતી.
નિતીન પટેલના કાર્યક્રમનો વિરોધ કરવા પણ તૈયારીઓ કરી હતી. આ ઘટનાને પગલે અમદાવાદ પશ્ચિમમાં નીતિન પટેલના નિવાસસૃથાને પોલીસ પેટ્રોલિંગ સઘન બનાવાયુ હતું. સાથે સાથે દલિત પ્રભાવિત વિસ્તારોમાં પોલીસને એલર્ટ કરી રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યુ હતું.
મંગળવારની રાત્રે અમદાવાદ શહેરમાં મેઘાણીનગર અને કૃષ્ણનગરમાં દલિત સંસૃથાના કાર્યકરોેએ મશાલ સરઘસ કાઢી વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત નીતિન પટેલનુ પૂતળુ સળગાવી રોષ ઠાલવ્યો હતો.બંને ઘટનામાં પોલીસ ઉંઘતી ઝડપાઇ હતી. આ સંદર્ભે પોલીસે ફરિયાદ નોધી તપાસ હાથ ધરી છે.
દલિત ધારાસભ્યો અને આગેવાનોને પણ ભાજપે સૂચના આપીને મામલો થાળે પાડવા પ્રયાસો કરવા પડયા હતાં. આખરે નીતિન પટેલે ટ્વિટ કરીને માંફી માંગી કે, મારા પ્રવચન દરમિયાન જે શબ્દપ્રયોગ કર્યો હતો તે શબ્દ હું પાછા ખેંચુ છું. કોઇ લાગણી દુભાવવાનો મારો ઇરાદો ન હતો. આમ, આખોય મામલો થાળે પડયો હતો.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/32gH4nD
via IFTTT
Post a Comment