અમદાવાદ એરપોર્ટ 7મીથી 50 વર્ષ માટે અદાણીને હવાલે


અમદાવાદ, તા. 4 નવેમ્બર, 2020, બુધવાર

અમદાવાદનું સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાનગી કંપનીને સોંપી દેવાને આડે હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે. 7 નવેમ્બરથી અદાણી ગૂ્રપ અમદાવાદ એરપોર્ટને આગામી 50 વર્ષ માટે હસ્તગત કરી લેશે. તાજેતરમાં જ અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા લખનૌ અને મેંગલુરૂ એરપોર્ટ હસ્તગત કરવામાં આવ્યા હતા.

કેન્દ્ર સરકારે ફેબુ્રઆરી 2019માં અમદાવાદ ઉપરાંત લખનૌ, જયપુર, મેંગલુરૂ, થિરૂવનંતપુરમ અને ગુવાહાટી એમ 6 એરપોર્ટ બીડીંગ પ્રક્રિયા બાદ અદાણી ગૂ્રપને સોંપવાનો નિર્ણય લીધો હતો. આ ખાનગી ગૂપ પર પેેેસેન્જર ફી મુજબ રૂપિયા 177 એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને ચૂકવશે.  મતલબ કે, અમદાવાદ એરપોર્ટમાં જેટલા પણ મુસાફરોની અવર-જવર નોંધાય તેમાં પ્રત્યેક મુસાફર પ્રમાણે રૂપિયા 177 ચૂકવવાના થશે.

કોરોના વાયરસે પગપેસારો કર્યો તે અગાઉ અમદાવાદ એરપોર્ટમાં પ્રત્યેક દિવસે સરેરાશ 30 હજાર મુસાફરોની અવર-જવર હતી.અમદાવાદ એરપોર્ટ ખાનગી કંપનીને સોંપવાથી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને પ્રતિ વર્ષે સરેરાશ રૂ. 200 કરોડથી વધુની આવક થઇ શકે છે. ખાનગીકરણના ભાગરૂપે અમદાવાદ એરપોર્ટના ઓપરેશન્સ અને મેનેજમેન્ટની જવાબદારી ખાનગી જૂથને હસ્તગત રહેશે.

જેના ભાગરૂપે ડિઝાઇનિંગ, એન્જિનિયરિંગ, ફાયનાન્સ, કન્સ્ટ્રક્શન, ડેવલપમેન્ટ પણ ખાનગી કંપનીની જવાબદારી હેઠળમાં આવશે. એર ટ્રાફિક કન્ટ્રોલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાને હસ્તક જ રહેશે. આગામી દિવસોમાં યુઝર ડેવલપમેન્ટ ફી તરીકે અમદાવાદ એરપોર્ટમાં મુસાફરોને વધુ ચાર્જ ચૂકવવો પડે તેવી પણ અટકળો છે.

જોકે, હાલમાં તેવી કોઇ સંભાવના નથી. ખાનગી જૂથ હાલ માત્ર એરપોર્ટને હસ્તગત કરવાની માત્ર ઔપચારિક્તા પૂર્ણ કરશે. એરપોર્ટ ઓથોરિટી આઇન્ડિયાના જૂજ એરપોર્ટ એવા છે જે દર વર્ષે નફો કરે છે અને જેમાં અમદાવાદનો પણ સમાવેશ થાય છે. 2013થી અમદાવાદ એરપોર્ટની ખાનગીકરણ માટે વિચારણા ચાલી રહી હતી.



from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/38ciZ5d
via IFTTT

Post a Comment

أحدث أقدم