
અમદાવાદ, તા. 29 નવેમ્બર, 2020 રવિવાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોવિડના 1200 બેડમાં 700થી વધુ કેસો સારવાર હેઠળ દાખલ કરાયા છે. તો બીજી તરફ ક્રિટીકલ દર્દીઓની સંખ્યમાં વધારો થતા સિવિલની કિડની હોસ્પિટલમાં પણ કોવિડ વોર્ડ ઉભા કરાયા છે તો બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 455 વોરિયર્સ સંક્રમિત થયા છે. જેમાં હજી પણ 72 વોરિયર્સ સારવાર અર્થે એડમિટ છે.
સિવિલની કિડની હોસ્પિટલમાં 250 દર્દીઓ,યુએન મહેતામાં 250 દર્દીઓ એડમિટ અને કેન્સર વિભાગમાં 259 દર્દીઓ એડમિટ કરાયા છે. અમદાવાદમાં કોરોનાની બીજી લહેર ઘાતક બની શકે છે. અમદાવાદમાં ઝડપથી કોરોનાના કેસ વધી રહ્યા છે.
સિવિલમાં કોરોનાના ગંભીર કેસોમાં વધારો થયો છે. 1200 બેડની હોસ્પિટલમાં ઓક્સિજન વપરાશ દોઢ ગણો વધ્યો છે. હોસ્પિટલમાં વેન્ટિલેટરની સંખ્યા વધારવાની ફરજ પડી છે.
ટોસિલિઝુમેબ અને રેમિડીસીવીર ઇન્જેકશનનો 60 ટકા ઉપયોગ વધ્યો છે જ્યારે 40 હજાર લીટરના ઓક્સિજનનો વધારો કરવો પડી રહ્યો છે. 1200 બેડમાં 200થી વધુ દર્દીઓની હાલત ગંભીર છે.
from Ahmedabad News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper https://ift.tt/37arEmo
via IFTTT
إرسال تعليق